Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના વસ્ત્રાલ (Vastral) વિસ્તારમાં પણ અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરમાં મોડી રાત્રે તોફાની તત્વોએ શાસ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડીઓ અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. રામોલ પોલીસે 9 લોકોની અટકાયત કરી સરભરા કરી હતી.
અસમાજીક તત્વોના આતંકથી અમદાવાદમાં મોડી રાત્રે સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. 2 ગેંગ વચ્ચેની લડાઈએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકોનું જૂથ એક કાર રોકીને તેમાંથી બહાર નીકળેલા રાહદારી પર તલવારો અને અન્ય તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરતા જોઈ શકાય છે. કેટલાક લોકોનો દાવો છે કે આ ઘટના બે જૂથો વચ્ચે કોઈ વાતને લઈને થયેલી દુશ્મનાવટને કારણે બની છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અસામાજિક તત્વોએ રાહદારીઓને પણ નિશાન બનાવવાનું શરૂ કરી દીધું હતું.
આ વિસ્તારમાં ઘરો અને દુકાનોની આસપાસ પાર્ક કરેલા વાહનોમાં પણ તોડફોડ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે લગભગ 15 થી 20 તોફાનીઓના જૂથે આતંક મચાવ્યો હતો અને વાહનો અને રાહદારીઓ પર આડેધડ હુમલો કર્યો હતો અને તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે આ તોફાનીઓ કેટલાક વાહનોમાં મુસાફરી કરી રહેલા લોકોને બળજબરીથી મારામારી કરતા જોવા મળ્યાં છે. વીડિયોમાં લોકોને એમ પણ કહેતા સાંભળી શકાય છે કે દારૂ પીધા પછી આ લોકો આતંક મચાવી રહ્યા હતા.
અગાઉ અમદાવાદમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. ચાણક્યાપુરી અને જૂના વાડજ પછી હવે અમરાઈવાડીના લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. અમદાવાદમાં ગાળાગાળી ન કરવાનું કહેવાની અદાવત રાખીને એક ટોળાએ અમરાઇવાડીમાં રહેલા વ્યક્તિના ઘર અને તેના વાહન પર તલવાર વડે હુમલો કર્યો હોવાની ઘટના ઘટી હતી. જે ઘટનાના તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.
આ લુખ્ખા તત્વોને ખુલ્લી તલવાર સાથે ફરતાં જોઈને એમ જ લાગે કે શહેરમાં કાયદા જેવું કંઇ રહ્યું જ નથી. અમદાવાદમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. જેને લઇ શહેરીજનોમાં ડરનો માહોલ ફેલાયો છે. ત્યારે ગતરાત્રિએ શહેરના અમરાઇવાડી વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો. જેના તમામ દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. આ વિડીયો વાઇરલ થયા પછી પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી અને લુખ્ખા તત્વોને પકડીને તે વિસ્તારમાં ફેરવ્યા હતા.
આ પણ વાંચો:ઉપલેટા શહેરમાં અસામાજિક તત્વોનો આતંક, મોડી રાત્રે મચાવ્યો હોબાળો
આ પણ વાંચો:અસામાજિક તત્વોના વાયરલ વીડિયોના મામલે બે પોલીસ કર્મીઓ સસ્પેન્ડ
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક