Gujarat News/ ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹50નો વધારો : આવતીકાલથી નવી કિંમત લાગુ, હાલ સિલિન્ડરની સરેરાશ કિંમત ₹809 રૂપિયા

સરકારે છેલ્લે 8 માર્ચ, 2024ના રોજ મહિલા દિવસ પર સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો

Top Stories Gujarat Breaking News

Gujarat News : ગુજરાતમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો ભાવ વધારો કરાતા ગૃહિણીઓનું બજેટ ખોરવાશે. ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો સરેરાશ ભાવ 809 રૂપિયા છે, જેના માટે હવે ગ્રાહકોએ 859 રૂપિયા ચૂકવવા પડશે.ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો છે. આજે એટલે કે સોમવાર 7 એપ્રિલના રોજ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ માહિતી આપી. આવતીકાલથી નવા ભાવ લાગુ થશે.

સરકારે છેલ્લે 8 માર્ચ, 2024ના રોજ મહિલા દિવસ પર સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. 1 એપ્રિલના રોજ, ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 44.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. દિલ્હીમાં તેની કિંમત ₹41 ઘટીને ₹1762 થઈ ગઈ. પહેલા તે ₹1803માં ઉપલબ્ધ હતું. કોલકાતામાં તે ₹1868.50માં ઉપલબ્ધ છે, જે ₹44.50 ઘટીને છે, અગાઉ તેની કિંમત ₹1913 હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદમાં વધ્યો નકલી પોલીસનો આતંક

આ પણ વાંચો:સચિન GIDC પોલીસનો વ્યાજખોરોનો આતંક ડામવા નવતર પ્રયોગ

આ પણ વાંચો:નકલી પોલીસનો આતંક, ક્રાઇમબ્રાંચની ઓળખ આપી કોન્ટ્રાક્ટરને લૂંટ્યો