Tapi News : તાપીથી એક પિતાને શર્મસાર કરતી દુર્ધટના સામે આવી છે, જેમાં બાળકીને પિતાએ ટાંકીમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી હતી. તાપીના સોનગઢ તાલુકાના કુકડાડુંગરી ગામમાં પાણીની ટાંકીમાં પડી જવાથી 1.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં બાળકીના પિતાએ જ ઘરકંકાસથી કંટાળીને બાળકીને પાણીની ટાંકીમાં ફેંકી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર ઘટના મામલે સોનગઢ પોલીસે આરોપી પિતાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, તાપીના સોનગઢ તાલુકાના કુકડાડુંગરી ગામ ખાતે રહેતા વિરલ ગામીતે પોતાની 1.5 વર્ષની બાળકીને પાણીની ટાંકીમાં ફેંકીને મોતને ઘાટ ઉતારી હતી. બાળકીને પાણીની ટાંકીમાં ફેંકી હોવાના ગુનામાં પોલીસ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બાળકીના પિતાએ ઘરકંકાસથી કંટાળીને આ પ્રકારનું પગલું ભર્યું હતું. જો કે, સમગ્ર ઘટનામાં હત્યાનું ચોક્કસ કારણ શોધવા પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. પિતાની પોલીસ દ્વારા ધરપકડ કરીને તપાસ કરવામાં આવી છે.
આ ઘટનાને લઈને તાપી જિલ્લાના નિઝર ઝોનના DySPએ જણાવ્યું હતું કે, ‘ગત 25 જાન્યુઆરીના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો ગુનો નોંધાયો હતો. કુકડાડુંગરી ગામે એક પિતાએ પોતાની 1.5 વર્ષની બાળકી ઊંઘતી હતી, આ દરમિયાન પિતાએ પોતાના ઘરની સામેના ધાબા પર બાળકીને લઈ જઈને પાણીની ટાંકીમાં ફેંકીને હત્યા નીપજાવી હતી. આ બનાવમાં પ્રાથમિક ધોરણે ઘરકંકાસના કારણે આવું પગલુ ભર્યું હોવાનો પિતાએ ખુલાસો કર્યો છે. જો કે બનાવ અંગે વધુ વિગતો માટે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે, આ કેસની તપાસ કરનાર પોલીસની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: ઘોડાસર ઓવરબ્રિજ પર AMTS બસને ટ્રકે મારી ટક્કર, અકસ્માત દુર્ઘટનામાં 2 ફોરમેનના મોત
આ પણ વાંચો: પાકિસ્તાનમાં LPG ટેન્કરમાં ભયાનક વિસ્ફોટ, 6ના મોત, 31 ઘાયલ
આ પણ વાંચો: સમી હારીજ હાઇવે પર ત્રિપલ અકસ્માતની ગંભીર ઘટનાઃ 2 ના ઘટના સ્થળે મોત, 2 ઘાયલ
