Not Set/ બંગાળમાં મોદીનો પ્રહાર- દીદી, અમે સીઝનલ શ્રદ્ધાવાળા લોકો નથી, તૃણમૂલ કૂલ નહીં બંગાળના લોકો માટે છે સૌથી મોટુ શૂલ

પીએમ મોદીએ આજે બંગાળમાં જયનગરમાં રેલીને સંબોધિત કરી. મોદીએ મમતા પર પ્રહાર કરતા કહ્યું કે દીદી તમે મને ઓળખતા નથી, અમે સીઝનલ શ્રદ્ધાવાળા લોકો નથી

Top Stories India

પીએમ મોદીએ આજે બંગાળમાં જયનગરમાં રેલીને સંબોધિત કરી. મોદીએ મમતા પર પ્રહાર કરતા કહ્યું કે દીદી તમે મને ઓળખતા નથી, અમે સીઝનલ શ્રદ્ધાવાળા લોકો નથી, અમે અમારી આસ્થા અને શ્રદ્ધા પર હંમેશા ગર્વ કરનારા લોકો છીએ. તૃણમૂલની ટોલાબાજીએ ગરીબ, મધ્યમવર્ગ, ઉદ્યમી, બધાનું જીવવાનું મુશ્કેલ કરી દીધું છે, ઘર બને છે, તો તેમાં કટમની, ગરીબો, પછાતોને આ સ્થિતિમાં સૌથી વધુ પરેશાન કર્યા છે.’

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ધમકી અને ગાળો આપનારી દીદી કહી રહી છે- Cool Cool! દીદી, તૃણમૂલ, કૂલ નહીં, બંગાળના લોકો માટે શૂલ છે, બંગાળને અસહનીય પીડા આપનારુ શૂલ છે તૃણમૂલ, બંગાળને રક્તરંજિત કરનારુ શૂલ છે તૃણમૂલ, બંગાળની સાથે અન્યાય કરનારુ શૂલ છે તૃણમૂલ’

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, છેલ્લા કેટલાક સમયમાં દીદીના નિર્ણયો બંગાળના રાજકારણના ઓપિનિયન પોલ પણ બની ગયા છે અને એગ્ઝિટ પોલ પણ બની ગયા છે, દીદીની દરેક એક્શન જોઇ લો, બધુ સ્પષ્ટ નજરે પડે છે, શરુઆતી વલણ ખબર પડી તો દીદી ભવાનીપુર સીટ છોડીને નંદીગ્રામ પહોંચી ગઇ, નંદીગ્રામ જઇને તેમને લાગ્યું કે અહીં આવીને તો ભૂલ કરી દીધી. ગુસ્સામાં તે નંદીગ્રામના અપમાન પર ઉતરી ગઇ.

મોદીએ કહ્યું, પ્રથમ ચરણના મતદાન પછી તેમની વ્યાકુળતા વધી ગઇ છે, ગઇકાલે જ દીદીએ દેશના અનેક લોકોને સંદેશો મોકલીને મદદ કરવાની અપીલ કરી છે. જે લોકો દીદીની નજરમાં બાહરી છે, ટૂરિસ્ટ છે, જેને ક્યારેય મળવાનો સમય પણ નહોતી આપતી, હવે તેમનું સમર્થન માંગી રહી છે.

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું,  મમતા દીદીને જય શ્રીરામના આહ્વાનથી સમસ્યા છે, આ આખુ બંગાળ જાણે છે, મમતા દીદીને દુર્ગાની પ્રતિમાના વિસર્જનથી સમસ્યા છે, આ આખુ બંગાળ પહેલેથી જાણે છે, પરંતુ હવે દીદીને તિલકથી પણ સમસ્યા છે અને હવે દીદીના લોકો ચોટલી રાખનારાને રાક્ષસ કહેવા લાગ્યા છે.