Kheda News/ 33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવા મુદ્દે પૂર્વ MLA કેસરીસિંહના પ્રહાર: ‘આ સસ્પેન્ડ કરવાવાળા 2027માં…’

33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે પૂર્વ MLA કેસરીસિંહે આક્રમક તેવર અપનાવ્યા. તેને કાર્યકરોને નિરાશ ન થવાનું જણાવતા કહ્યું કે આ લોકો 2027માં તમારી જ પાસે આવશે. તેમણે કહ્યું કે વાજતે-ગાજતે તમને ખેસ પહેરાવવા આવશે.

Top Stories Gujarat Others Breaking News

Kheda : ખેડા ભાજપના નેતાઓમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વિખવાદ વકર્યો છે. ખેડા માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારની તરફેણમાં આવ્યા છે. તેઓ ભાજપ વિરુદ્ધ અપક્ષ ઉમેદવારીની તરફેણમાં હોવાનું સામે આવતા ખેડાના રાજકારણમાં રાજકીય ગરમાવટ આવી છે.

મળતી માહિતી મુજબ, ખેડાના ચકલાસીમાં 33 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવાના મુદ્દે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ભાજપ પર પ્રહારો કર્યા છે.  પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કાર્યકરોને નિરાશ ન થવાનું જણાવતા કહ્યું કે આ લોકો 2027માં તમારી જ પાસે આવશે. તેમણે કહ્યું કે વાજતે-ગાજતે તમને ખેસ પહેરાવવા આવશે. આ સાથે કેસરીસિંહે કહ્યું કે 2 વાર ચૂંટાયેલા ઉમેદવારે ફરી એ હોદ્દા માટે ચૂંટણી ન લડી શકે તેવો ખરડો પસાર કરવો જોઇએ. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ કહ્યું કે અલગ-અલગ ચૂંટણીઓ માટે અલગ-અલગ નિયમો ન હોવા જોઇએ ચૂંટણી કોઇપણ હોય નિયમ સમાન જ રાખવા જોઈએ.

વધુમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આ સાથે વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃતિ કરવા બદલ 8 કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. તો જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીના ઉમેદવાર સામે પોતે અથવા પોતાના પરિવારના સભ્યને ચૂંટણી લડાવવાને લઇને શિસ્તબંગ બદલ કાર્યકર્તાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ જોઈએ રાજ્યમાં ભાજપા આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. આ સમગ્ર મામલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં BJPનો રાજકીય માહોલ ગરમાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વડોદરામાં કરજણ ન.પા.ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે 8 હોદ્દેદારોને કર્યા સસ્પેન્ડ

આ પણ વાંચો: ચાણસ્મામાં ઝડપાયેલ જુગારધામ મામલે – BJP પ્રમુખ રાજેશ પટેલ સસ્પેન્ડ

આ પણ વાંચો: મહાકુંભમાં ભંડારાના ભોજનમાં રાખ ભેળવનાર પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ સસ્પેન્ડ