Dhoraji/ જામકંડોરણાના પછી હવે ધોરાજીમાં DAP ખાતરમાંથી પથ્થર નીકળ્યો

ધોરાજીમાં વધુ એકવાર ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળતા ચકચાર મચી ગઈ છે. તલનું વાવેતર કરવા માટે ખેડૂતે ડીએપી ખાતર લીધું હતું. ડીએપી ખાતરની થેલી ખોલતા જ ખાતરની સાથે પથ્થર પણ નીકળ્યા હતા.

Gujarat Others

Dhoraji News: ધોરાજીમાં વધુ એકવાર ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળતા ચકચાર મચી ગઈ છે. તલનું વાવેતર કરવા માટે ખેડૂતે ડીએપી ખાતર લીધું હતું. ડીએપી ખાતરની થેલી ખોલતા જ ખાતરની સાથે પથ્થર પણ નીકળ્યા હતા. અગુ જામકંડોરણાના ખેડૂતને પણ આવો જ અનુભવ થયો હતો.

ખાતરની થેલીમાંથી નીકળેલા પથ્થરોનો ખેડૂતે વિડીયો પણ બનાવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો પોસ્ટ કરીને કૃષિમંત્રીને વિનંતી કરી હતી. તેની સાથે તેણે ખાતરમાં ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ખેડૂતે ડીએપી ખાતર ધોરાજીના સરદાર ડેપોમાંથી ખરીદ્યુ હતુ. ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં નીકળેલા પથ્થરોનો વિડીયો વાઇરલ થયો છે.

આ તો રીતસર ખેડૂતોના નસીબના જાણે પથરા હોવાનો સંદેશ આપવામાં આવી રહ્યો હોય તેવી અનુભૂતિ થઈ રહી છે. તેની સાથે આ સીધો ડીએપી ખાતરની ચોરીનો કેસ બની રહ્યો છે. ડીએપીને ચોરીને સ્થાનિક સ્તરે ઔદ્યોગિક એકમોને વેચી દેવાય છે. જ્યારે ખેડૂતોને આ રીતે પથરા ભરીને આપી દેવાય છે. હાલમાં આ સ્થિતિ છે તો જાણો અગાઉ કેવા પ્રકારની સ્થિતિ હશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટમાં રાજપરાના ખેડૂતના ખાતરમાંથી નીકળ્યા કાંકરા અને પથ્થર

આ પણ વાંચો: ભાવનગરના સિહોર તાલુકાના ભડલી ગામે સરકારી ખાતરના નામે ખેડૂતો સાથે કરાઈ ગેરરીતિ

આ પણ વાંચો: પાટણ જિલ્લામાં હવે ખાતરનો કાળો કારોબાર