Bhavnagar News : ભાવનગરના સિહોર તાલુકાના ભડલી ગામે સરકારી ખાતરના નામે ખેડૂતો સાથે ગેરરીતિ કરવામાં આવી હોવાનું લામે આવ્યું છે. સિંહોરના ભડલી ગામે ખેડૂતને સરકારી ખાતરમાંથી પથ્થર નીકળતા રોષ ફેલાયો હતો. જેમાં ભારત ડી.એ.પી. ની ખાતરની થેલીઓમાંથી પથ્થર અને રેતી નીકળ્યા હતા.એક તરફ ભાવ, હવામાન અને મોંઘવારીથી ત્રાહિમામ પોકારી ગયેલા ખેડૂતોને પડ્યા પર પાટુ લાગ્યું હોય તેવો ઘાટ થયો છે.
ભડલીના ખેડૂત બળભદ્રસિંહએ ખરીદી કરેલી ખાતરની થેલીમાં રેતી અને પથ્થર નીકળતા ખેડૂત ચિંતામાં મુકાયા છે. જોકે ડી.એ.પી. ખાતર સિહોર સરકારી ડેપોમાંથી ખરીદી કરી હોવાના ખેડૂતે આક્ષેપ કરર્યો હતો.
ત્યારે હવે ખેડૂતની સાથે ખાતરના નામે થતી ગેરરીતિ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી જગતતાત દ્વારા માંગણી કરવામાં આવી છે.
