મોહસીન દાલ , ગોધરા@ મંતવ્ય ન્યૂઝ
મોરવા હડફ તાલુકાના સાલીયા- સંતરોડમાં નવજાત બાળકી જન્મતા સાથે જ સમાજમાં જૂની કહેવત પ્રમાણે દીકરીએ સાપનો ભારો સમજીને તરછોડેલી બાળકી મળી આવી હતી.

આજરોજ સવારના સુમારે સાલીયા સંતરોડમાં પાનમ નદીના કિનારે એક જન્મેલી નવજાત બાળકી ને તરછોડવામાં આવી હતી હાલ પણ દીકરીઓ સમાજમાં અમુક કુટુંબ માટે બોજ સમાન ગણવામાં આવી રહી છે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે.સાલીયા સંતરોડ ગામથી પસાર થતી પાનમ નદીના પટમાં રેતી ભરવાનું કામ કરતા મજૂરોને નવજાત શિશુનો રડવાનો અવાજ સંભળાતા એ મજૂરોએ ગામના જવાબદાર નાગરિકોને જાણ કરી હતી.

આ નાગરિકોએ ગામની પોલીસ ચોકી પર એ.એસ આઈ તરીકેની ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહેન્દ્ર ત્રિવેદીને જાણ કરતા તેઓ નવજાત શિશુને તરછોડેલા સ્થળ ઉપર પાનમ નદી કિનારે પહોંચ્યા હતા.ત્યાર બાદ તેઓએ સાલીયા-સંતરોડ પી.એચ.સી.માં જાણ કરીને બાળકીને ત્યાં સોંપવામાં આવી હતી. સાલીયા સંતરોડપી.એચ.સી.પરથી બાળકીને 108ના માધ્યમથી સિવિલ હોસ્પિટલ પહોંચાડી હતી.ત્યાર બાદ બાળકીને ગોધરા શિશુ વિભાગને સોંપવામાં આવી હતી.

