Mehasana news/ મહેસાણામાં વિદેશ જવા ઇચ્છુક દંપતી કબૂતરબાજો ના માનસિક ત્રાસનો ભોગ બન્યા

મહેસાણા જ નહી ગુજરાતમાં વિદેશ જવા વાંછુકો માટે ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં વિદેશ જવા ઇચ્છુક દંપતી માનસિક ત્રાસનો ભોગ બનતા પતિએ આત્મહત્યા કરી લેતા દંપતી ખંડિત થયું હતું.

Top Stories Gujarat Others Breaking News
કબૂતરબાજોએ જીવ લીધો

Mahesana News: મહેસાણા જ નહી ગુજરાતમાં વિદેશ જવા વાંછુકો માટે ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. મહેસાણામાં વિદેશ જવા ઇચ્છુક દંપતી માનસિક ત્રાસનો ભોગ બન્યા હતા. વિજાપુરના સોખડાના દંપતી કબૂતરબાજો (એજન્ટો) ના માનસિક ત્રાસનો ભોગ બન્યા હતા.

કબૂતરબાજો થી પરેશાન દંપતી

પિયુષ પટેલ નામનો વ્યક્તિ પત્ની સાથે પોર્ટુગલ જવા માંગતો હતો. તે સુનીલ અને ભાવિક પટેલ નામના એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. આ એજન્ટોએ દંપતીને ભોળવીને 38.50 લાખ રૂપિયામાં પોર્ટુગલ મોકલવાનો ભરોસો અપાવ્યો હતો.

આના પેટે પિયુષ પટેલે એજન્ટોને 20 લાખ રૂપિયા આપી પણ દીધા હતા. તેના પછી બાકીના રૂપિયા માટે કબૂતરબાજો (એજન્ટો) એ કડક ઉઘરાણી કરી હતી. કબૂતરબાજ એજન્ટોના ત્રાસથી કંટાળીને પિયુષ પટેલે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આત્મહત્યા પછી પણ એજન્ટોએ લીધેલા રૂપિયા પરત આપ્યા ન હતા. તેના પગલે તેની પત્ની હેતલ પટેલે કબૂતરબાજ એજન્ટો સામે ફરિયાદ નોંધાવી હતી.

આમ 15 દિવસ અગાઉ બનેલો આત્મહત્યાનો બનાવ હવે માનસિક હેરાનગતિના લીધે કરવામાં આવેલી આત્મહત્યાનો કિસ્સો હોવાનો પર્દાફાશ થયો છે. તેને લઈને વસઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. આના પગલે આગામી દિવસોમાં વસઈ પોલીસે આરોપીઓ સામે આકરાં પગલાં લે તેમ માનવામાં આવે છે.

પોલીસનું માનવું છે કે એક કબૂતરબાજ ને પકડવામાંથી રાજ્યમાં અનેક ઠેકાણે ચાલતા કબૂતરબાજો ના ધંધાનો પર્દાફાશ થઈ શકે તેમ છે. પોલીસ માની રહી છે કે ગુજરાતમાં કબૂતરબાજો નો વ્યવસાય ધીકતો કારોબાર છે. લોકોની વિદેશ જવાની ઘેલછાનો એજન્ટો લાભ તો ઠીક પણ ગેરલાભ પણ ઉઠાવે છે. આમ છતાં પણ અમેરિકાની ચમક એવી છે કે કોઈપણ તેને છોડીને પરત આવવા માંગતું નથી.


whatsapp ad White Font big size 2 4 અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો


આ પણ વાંચો: મહેસાણા કબૂતરબાજીમાં 62 લાખનો ચૂનો, પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી

આ પણ વાંચો: ગેરકાયદે અમેરિકા મોકલવાની કબૂતરબાજીના કેસમાં વોન્ટેડ આરોપી વિજાપુરથી ઝડપાયો

આ પણ વાંચો: અમેરિકા મોકલવાના કબૂતરબાજી કૌભાંડમાં ફરાર આરોપી ઝડપાયો