ઉત્તર પ્રદેશનાં જૌનપુર જિલ્લામાં ગુરુવારે સવારે શ્રી કૃષ્ણ નગર રેલ્વે સ્ટેશન પાસે એક મોટો અકસ્માત થયો હતો. અહીં પાટા તૂટવાનાં કારણે માલગાડીનાં 21 ડબ્બા પલટી ગયા હતા. જેના કારણે સુલતાનપુર-મુગલસરાય માર્ગ બ્લોક થઈ ગયો છે. આ સાથે જ જૌનપુર-વારાણસી રેલ માર્ગ જામ થઈ ગયો.

આ પણ વાંચો – રાજકોટ / જલારામ જન્મજયંતિ ના વધામણા કરવા રાજકોટવાસીઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે ..
મળતી માહિતી મુજબ મુગલસરાયથી કોલસો લેવા માટે ગુડ્સ ટ્રેન સવારે 06.58 વાગ્યે સુલતાનપુરથી રવાના થઈ હતી. માલગાડીમાં 59 ડબ્બા હતા. શ્રી કૃષ્ણનગર રેલ્વે ક્રોસિંગને પાર કરીને માલગાડી સવારે 7.58 કલાકે ઉદયપુર ઘાટમપુર નજીક પહોંચી હતી. અચાનક વચ્ચેથી કેટલીક બોગી પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલ્વે કર્મચારીઓ માલગાડીને પાટા પર લાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ટ્રેનની સ્પીડ વધુ હોવાને કારણે આગળની 16 અને પાછળની 21 સિવાય બાકીની 21 બોગી પલટી ગઈ. જો કે ડ્રાઈવર એકે ચૌહાણ અને ગાર્ડ સંજય યાદવ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ઘટનાને કારણે વારાણસી-સુલ્તાનપુર રેલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે. મહામના એક્સપ્રેસ, સુલતાનપુર જૌનપુર વારાણસી પેસેન્જર વચ્ચે ઉભી છે. જેના કારણે મુસાફરો પરેશાન છે.

આ પણ વાંચો – Political / UP માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે ઓપી રાજભરને યાદ આવ્યા જિન્ના, કહ્યુ- જો તે પ્રથમ PM હોત તો વિભાજન ન થયું હોત
PWI જૌનપુર બ્રિજેશ યાદવે જણાવ્યું હતું કે, સુલતાનપુરથી મુગલસરાઈ જતી બક્સન માલગાડીનાં કોઈ કોચનાં વ્હીલ જામ થવાને કારણે આ ઘટના બની હતી. શ્રી કૃષ્ણ નગર સ્ટેશનની સામે માલગાડી આઉટર તરફ જતી વખતે અચાનક તેનો કોચ પલટી ગયો હતો. ઘટનાને કારણે વારાણસી-લખનઉ-વાયા જાફરાબાદ રેલ્વે લાઇન પર ટ્રેનોનું સંચાલન ઠપ થઈ ગયું છે. ઘટનાની જાણકારી ઉત્તર રેલ્વેનાં લખનઉ ડિવિઝનનાં ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. સ્થાનિક રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા છે. દરમિયાન, અકસ્માતનું કારણ તૂટેલા ટ્રેકને કહેવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ટ્રેક પર પાટા તૂટી ગયા હતા, જેના કારણે માલગાડીનાં ડબ્બા પલટી ગયા હતા. જો કે અધિકારીઓનું કહેવું છે કે, મામલાની તપાસ ચાલી રહી છે. બેદરકારીનાં કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવશે. દરમિયાન ટ્રેક સાફ કરવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં ટ્રેકનું સમારકામ કરી તેને ફરી શરૂ કરવામાં આવશે.
