National News/ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં નજીવી બાબતે મોટી બબાલ, પથ્થરમારો અને તોડફોડ કરાઈ

બનારસ યુનિવર્સિટી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે જોરદાર મોટી બબાલ થઈ હતી. કાયદો વ્યવસ્થા કથળે નહી તે માટે હાલ પોલીસનો કાફલો ગોઠવાયો

India
વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે મોટી બબાલ

National News : બનારસ યુનિવર્સિટી કેમ્પસમાં ગઈકાલે મોડી રાત્રે મોટી બબાલ થઈ હતી. જેમાં નાના વિવાદને લઈને વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. બન્ને પક્ષો વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી. જેને લઈને કેમ્પસમાં મોટા રમખાણો ફાટી નીકળ્યા હતા.
પરિસ્થિતી બેકાબૂ બનતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. બીજીતરફ કલાકો સુધી વિદ્યાર્થીઓેએ પથ્થરમારો કર્યો હતો. કાયદો વ્યવસ્થા કથળે નહી તે માટે હાલ પોલીસનો કાફલો બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે.

યુનિવર્સિટી મા મોટી બબાલ વિવાદનું કારણ શું હતું

આ વિવાદ પ્રોક્ટોરિયલ બોર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે દલીલો બાદ શરૂ થયો હતો. જેમાંકેમ્પસ સ્થિત રાજારામ હોસ્ટેલમાં રહેતા એક વિદ્યાર્થીને કારે અકસ્માત કર્યો હતો. બાદમાંઆ વિદ્યાર્થીના સમર્થનમાં બિરલા હોસ્ટેલના તથા અન્ય વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવવાનું શરૂ કર્યું હતું. તેમણે પોતાનો કેસ અને અરજી રજૂ કરવાનો પ્રયાસ પ્રોક્ટોરિયલ બોર્ડ સમક્ષ કર્યો હતો. જેમાં વિવાદે મોટી બબાલ નું સ્વરૂપ લીધું.

જોકે બીજીતરફ બન્ને પક્ષો વચ્ચે દલીલો થતા મામલો બિચક્યો હતો. બાદમાં પથ્થરમારા સાથે તોડફોડ શરૂ થઈ ગઈ હતી. ઉશ્કેરાયેલા વિદ્યાર્થીઓએસુરક્ષા કર્મચારીઓ માટે એલડી સ્ક્વેર ખાતે રાખેલી ખુરશીઓમાં તોડફોડ કરી હતી. તે સિવાય રસ્તા નજીક પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી મોટી બબાલ હોવાના અહેવાલો છે. ઉપરાંત ઘણા વિદ્યાર્થીઓપોલીસના લાઠીચાર્જમાં ઈજાગ્રસ્ત થયા હતા.

તણાવ વચ્ચે  પરિસ્થિતી નિયંત્રણમાં

દરમિયાન પરિસ્થિતીને કાબૂ કરવામાં પ્રોક્ટોરિયલ બોર્ડ નિષ્ફળ જતા બનારસ હિન્દુ યુનિવર્સિટી વહીવટીતંત્રએ પોલીસ બોલાવી હતી. પરિસ્થ્તિ પર કાબી મેળવવા કેમ્પસમાં પીએસી સહિત દસ ચોકીઓ અને પાંચ પોલીસ સ્ટેશન તૈનાત કરાયા હતા. હાલમાં અહીં પરિસ્થતી કાબૂ હેઠળ હોવા છતા તણાવપૂર્ણ સ્થિતી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામિયા સંઘર્ષ મામલે ભાજપ-કોંગ્રેસ એકબીજાને ભરી પીવાનાં મુડમાં

આ પણ વાંચો:  રાહુલ ગાંધીની હૈદરાબાદ મુલાકાત, જવા માંગતા હતા યુનિવર્સિટી કેમ્પસમાં, પરંતુ પહોંચ્યા જેલ, આ છે કારણ