Entertainment News: કોંકણા સેન શર્મા (Konkona Sen Sharma)નો આજે જન્મદિવસ છે…ફિલ્મી કેરિયર દરમિયાન એમણે ઓછી પરંતુ, દમદાર અભિનય વાળી ફિલ્મો કરી છે! બોલીવુડની બહેતરીન અભિનેત્રીઓ (Bollywood Actress)માં જેનું નામ સામેલ છે એવી કોંકણા પોતાના અંગત જીવનને આજે પણ લાઇમલાઇટથી દૂર રાખવાનું પસંદ કરે છે. આજે આ પ્રતિભાવાન અભિનેત્રી પોતાનો 46 મો બર્થ ડે મનાવી રહી છે. તો ચાલો, આ પ્રસંગે આપણે એમના જીવનની કેટલીક રસપ્રદ વાતોને જાણીશું…
બોલીવુડની સૌથી ટેલેન્ટેડ એક્ટ્રેસ પૈકીની એક એવી આ અભિનેત્રીએ ઘણી નાની વયથી જ કામ કરવાનું શરુ કરી દીધું હતુ. એમણે પોતાની એક્ટિંગના જોરે કેટલાય મોટા એવોર્ડ પણ જીતેલા છે! એ એક બહોળા ફિલ્મી પરિવાર (Family) સાથે નાતો ધરાવે છે, પણ એમ છતાં એમને પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક ઉતાર-ચડાવનો સામનો કરવો પડ્યો છે. એમણે મોટા પડદે ભજવેલા કેટલાક પાત્રો તો સીધા જ દર્શકોના દિલમાં વસી ગયાં છે! આજે 3 ડિસેમ્બરે કોંકણા સેન શર્માનો 46 મો જન્મદિન છે અને આ પ્રસંગે તમને એમના અંગત જીવનના કેટલાક પાસાઓથી રુબરુ કરાવવા જઇ રહ્યાં છીએ.

4 વર્ષની વયે ફિલ્મોમાં કર્યું ડેબ્યૂ…
કોંકણા સેન શર્મા, આ પ્રતિભાવાન અભિનેત્રીનો જન્મ 3 ડિસેમ્બર, 1979 માં કોલકતા (3 December, Kolkata) ખાતે મુકુલ શર્મા અને અપર્ણા સેનના ઘરે થયો હતો. એના પિતા એક પ્રખ્યાત લેખક અને પત્રકાર હતા જ્યારે માતા અપર્ણા સેન (Aparna Sen) એક મશહૂર અભિનેત્રી! કોંકણા જ્યારે માત્ર ચાર વર્ષની હતી ત્યારે એમણે અભિનયની દુનિયામાં પ્રથમ ડગ માંડ્યું હતુ! એમની પ્રથમ ફિલ્મનું નામ હતું ‘ઇન્દિરા’ અને એમાં એક બાળ કલાકારના રુપમાં કોંકણા જોવા મળી હતી. આટલી કુમળી વયે પણ પોતાના સહજ અભિનયથી એણે બધાના દિલ જીતી લીધા હતા!
નેગેટિવ ભૂમિકામાં દર્શકોને ચકિત્ કરી દીધા…
કોંકણાએ વર્ષ 2000માં રિલીઝ થયેલી ‘એક જે આછે કન્યા’ ફિલ્મ દ્વારા એક નવીન શરુઆત કરી હતી જેમાં એ નેગેટિવ રોલમાં જોવા મળી હતી. એમાં કોંકણાના અભિનયને ઘણી જ પ્રશંસા પ્રાપ્ત થઇ હતી. કોંકણાને પોતાની આગવી ઓળખ વર્ષ 2001માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ અય્યર’ (Mr. and Mrs. Iyer)માં પ્રશંસાપાત્ર અભિનય દ્વારા મેળવી હતી. આ મૂવીમાં એમણે પોતાના દમદાર અભિનયથી દર્શકો અને વિવેચકોને ઘણા જ ઇમ્પ્રેસ કર્યા હતા અને આ ફિલ્મ માટે કોંકણાને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીને નેશનલ એવોર્ડ (National Award) પણ પ્રાપ્ત થયો હતો.

કલાનો વારસો જન્મજાત મળ્યો છે
કોંકણા સેન શર્મા વિશે એક એવી વાત બહુ ઓછા લોકો જાણે છે કે આ અભિનેત્રી એક ફિલ્મી ખાનદાન સાથે નાતો ધરાવે છે. કોંકણાનો પરિવાર ફિલ્મી દુનિયાનો એક લબ્ધપ્રતિષ્ઠિત પરિવાર છે. ચાલો જાણીએ આ વારસા વિશે…દાદીમા સુચિત્રા સેન (Suchitra Sen) હિન્દી તથા બંગાળી ફિલ્મોની એક વિખ્યાત અભિનેત્રી તરીકે વાહવાહી મેળવી ચૂકી છે જ્યારે કોંકણાની માતા અપર્ણા સેને પણ ફિલ્મોમાં પોતાના સીમિત પણ પ્રતિભાશાળી અભિનય દ્વારા કળાના પારખુઓનું દિલ જીત્યું હતુ. તે એક અભિનેત્રી હોવા ઉપરાંત, ‘કહાનીઓ કી કિ્વન’ (Kahanio ki Queen) તરીકે પ્રસિદ્ધ છે. કોંકણા સેન શર્માના દાદાનું નામ ચિદાનંદ દાસગુપ્તા (Chidananda Dasgupta) હતું. તેઓ એક ફિલ્મ વિવેચક (Film Critic), વિદ્વાન, પ્રોફેસર, લેખક અને કોલકતા ફિલ્મ સોસાયટીના સહ-સ્થાપકો પૈકીના એક હતા. અનેક ફિલ્મોની કિસ્મત એમના હાથેથી નિર્ધારિત થઇ હતી. તેઓ સીધેસીધા તો ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા નહતા પરંતુ પરોક્ષ રુપે બોલીવુડમાં એમનું યોગદાન ઘણું મહત્વપૂર્ણ છે.

કોંકણા સેન શર્મા ની બહેતરીન મૂવીઝ
કોંકણા સેન શર્માએ પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન અમુક લાજવાબ ફિલ્મોમાં કામ કર્યુ છે જેમાં ‘પેજ 3’, ‘લાઇફ ઇન અ મેટ્રો’ ,’તલવાર’ અને ‘વેક અપ સિડ્’ જેવી મૂવીઝમાં પોતાના અભિનયનો જાદુ પાથર્યો હતો! આ તમામ ફિલ્મોમાં અભિનય દ્વારા કોંકણાએ ઘણી જ પ્રશંસા મેળવી હતી. ‘પેજ 3’ (Page 3)ને સિનેમેટિક ભાષામાં એક ‘હટ કે મૂવી’ કહી શકાય, જેમાં કોંકણાએ ‘જર્નાલિસ્ટ માધવી શર્મા’ની ભૂમિકામાં જીવ રેડી દીધો હોય એવું આ ફિલ્મ જોઇને આજે પણ પ્રતીત થાય છે! ‘ઓમકારા’માં પણ ગામડાની યુવતી ‘ઇન્દુ’ના રોલમાં એની એક્ટિંગને ખૂબ વખાણવામાં આવી હતી. ગ્રામીણ ભાષા, લહેકા અને વર્તણૂકનો બારીક અભ્યાસ કરીને નિભાવેલા આ રોલમાં કોંકણાને જોઇને કોણ કહેશે કે એ વાસ્તવમાં શહેરમાં ઉછરેલી યુવતી છે!
આ પણ વાંચો: જયા બચ્ચન…તમે આ શું કહ્યું?…લગ્ન ‘આઉટડેટેડ’ ટ્રેન્ડ…સિંગલ છે બોલીવુડની આ મહિલાઓ…!
આ પણ વાંચો: સંજય લીલા ભણશાળી અને ઇસ્માઇલ દરબાર વિવાદ પર પુત્ર અવેઝનું બયાન…’હીરામંડી’ કેમ છોડી..!
આ પણ વાંચો: ઐશ્વર્યા રાયને મુસ્લિમ બનાવીશ પછી લગ્ન કરીશ, પાકિસ્તાની મૌલવી અબ્દુલ કાવી
