મુંબઈ
શાહરૂખ ખાનની ‘ઝીરો’ ફિલ્મનું શૂટિંગ અત્યારે મહારાષ્ટ્રના વસઈમાં ચાલે છે. શાહરૂખ બોલિવુડના એવા સ્ટાર્સ પૈકીના એક છે જે સમયની કદર કરે છે. એટલે જ ફિલ્મનું શૂટિંગ જલ્દી પૂરું કરવા માટે શાહરૂખ પ્રાઈવેટ ચોપરથી શૂટિંગ માટે જાય છે.

મુંબઈથી વસઈ સુધી જવામાં દરરોજ ટ્રાફિકથી બચવા માટે શાહરૂખ પ્રાઈવેટ ચોપરનો ઉપયોગ કરે છે. મુંબઈથી વસઈ સુધીના અઢી કલાકના માટે દરરોજ 1.5 લાખથી વધારે ખર્ચ થાય છે.
શાહરૂખ નાઈટ શૂટ માટે સાંજે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી સેટ પર રોકાય છે અને પછી ઘરે પાછા આવે છે. અઢી કલાકના આ સફર માટે તે દરરોજ 1લાખ 50 હજાર ભાડું ચૂકવે છે. એટલે કે એક અઠવાડિયાનો આવવા-જવાનો ખર્ચો 10 લાખ 50 હજાર રૂપિયા થાય છે.
