Ahmedabad News/ મેગાસિટી અમદાવાદમાં એર પોલ્યુશન રેડ એલર્ટ પર

એર પોલ્યુશન હવે ફક્ત દિલ્હી પૂરતું જ અને પંજાબના ખેડૂતો દ્વારા બાળવામાં આવતી પરાલી પૂરતું જ મર્યાદિત નથી. અમદાવાદ શહેર પણ હવે વધતાં જતાં પ્રદૂષણની ઝપેટમાં આવી ગયું છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
એર પોલ્યુશન

Ahmedabad News: એર પોલ્યુશન હવે ફક્ત દિલ્હી પૂરતું જ અને પંજાબના ખેડૂતો દ્વારા બાળવામાં આવતી પરાલી પૂરતું જ મર્યાદિત નથી. Ahmedabad શહેરનો સરેરાશ AQI 175ને પાર થઈ ગયો છે. Ahmedabad પૂર્વ અને પશ્ચિમમાં પ્રદૂષણને લઈને સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે.

Ahmedabad એર પોલ્યુશન

Ahmedabadના કઠવાડામાં AQI 179ને પાર થઈ ગયો છે, જ્યારે વટવા જીઆઇડીસીમાં તે સૌથી વધુ 187 હતો. જ્યારે ઘુમામાં આ એક્યુઆઈ 175 હતો તો સી.પી. નગરમાં 180 હતો. આ અગાઉ Ahmedabadમાં હવે હવા પ્રદૂષિત બનવા માંડી છે. અગાઉ Ahmedabadનો સરેરાશ એક્યુઆઈ 225 પર પહોંચી ગયો હતો.

રાજ્યમાં વધતા પ્રદૂષણે લોકોની ચિંતા વધારી છે. ઔદ્યોગિક એકમો અને વાહનોની વધતી સંખ્યાને કારણે રાજ્યના 8 મુખ્ય શહેરોનો હવા ગુણવત્તા સૂચકાંક ખતરનાક સ્તરે પહોંચી ગયો છે. સૌથી પ્રદૂષિત શહેર: રાજ્યમાં સૌથી ખરાબ હવા દક્ષિણ ગુજરાતના ચીખલીમાં નોંધાઈ છે, જ્યાં AQI 227 પર પહોંચી ગયો છે. આ પછી, આ સંખ્યા કેન્દ્રશાસિત પ્રદેશ દમણની છે, જ્યાં આ આંકડો 213 પર નોંધાઈ છે.

Ahmedabad અને અંકલેશ્વર: મેગા સિટી Ahmedabad માં પણ હવા ગુણવત્તા બગડી છે અને અહીં AQI  વધ્યો છે. કેમિકલ સિટી ગણાતા ભરૂચના અંકલેશ્વરમાં પણ પ્રદૂષણ સ્તર 195 ને વટાવી ગયું છે, જે ખૂબ જ ચિંતાજનક છે. સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ પ્રદૂષણનો ગ્રાફ ઉપર ગયો છે, જ્યાં AQI 172 નોંધાયું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફીડર બસ સેવાનો શુભારંભ કરાવ્યો

આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર તરીકે અમિત ડોંગરેની વરણી

આ પણ વાંચો:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બોપલમાં અનધિકૃત બાંધકામ સામે ઝુંબેશ