Rajkot News : રાજકોટમાં ધ્રુવી કોટેચા અકસ્માત મામલામાં રઘુવંશી સમાજે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. આ વોટ્સએપ ગ્રુપ ધ્રુવી કોટેચાને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવ્યું છે. બીજીતરફ ધ્રુવી કોટેચાના અકસ્માતને લઈને રઘુવંશી સમાજમાં આક્રોશ ફેલાયો છે.
વોટ્સએપ ગ્રુપ
જેમાં આગેવાનોમાં ગ્રુપ બનાવી ન્યાય મેળવવા માંગ ઊઠી છે. અગાઉ ધ્રુવીના પિતાએ CJIને પત્ર લખી ન્યાયની માંગણી કરી હતી. જેમાં ધ્રુવીના અકસ્માત કરનાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. આ અકસ્માતમાં તેની માતાની ગંભીર ઈજા પહોંચી હતી.

બીજીતરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર હિટ એન્ડ રનની આ ગંભીર ઘટના બની હતી. જેમાં 15 વર્ષીય ધ્રુવીકોટેચા નું મોત નીપજ્યુ હતું. ધ્રુવીના પિતાએ પોલીસે આરોપીને લાભ આપવા માટે કેસમાં હળવી કલમો લગાવી હોવાનો સીધો આક્ષેપ કર્યો છે.
પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો
તે સિવાય મૃતક ધ્રુવીકોટેચા ના પિતા દેવાંગભાઈ કોટેચાએ CJIને એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેમણે પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવી પોલીસે ગંભીર હિટ એન્ડ રનના ગુનાને બદલે તાત્કાલિક જામીન મળી જાય તેવી હળવી કલમો લગાવી હોવાનો આક્ષેપ કર્યો છે. . તેમણે આક્ષેપ કર્યો છે કે મહિલા આરોપીને લાભ અપાવવા માટે પોલીસે તેને જામીન મળ્યા બાદ જ અકસ્માત સ્થળના CCTV ફૂટેજ કબજે કર્યા હતા, જેથી પુરાવાઓ સાથે ચેડાં થઈ શકે.
આરોપીની અટક અને જામીન સંદર્ભે મૃતકના પિતાએ આક્ષેપ કર્યો હતો કે 10મી ડિસેમ્બરના રોજ મહિલા આરોપીની સાંજે અટકાયત કરવામાં આવી હતી અને માત્ર 40 મિનિટમાં તેને કોર્ટમાં રજૂ કરીને જામીન પર મુક્ત કરી દેવામાં આવી હતી. પોલીસે લગાવેલી હળવી કલમોને કારણે જ આટલી ઝડપી જામીન પ્રક્રિયા શક્ય બની હોવાનો તેમનો દાવો છે. આ ગંભીર અકસ્માત 7મી નવેમ્બરના રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર સર્જાયો હતો, જેમાં ધ્રુવી કોટેચાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું.

