Navsari News/ નુક્કડ નાટક થકી લોકજાગૃતિનો રેલવેનો પ્રયાસ; બીલીમોરા-સુરત રેલ લાઈન પર 6 મહિનામાં 50નાં મોત

હિન્દુ ધર્મની માન્યતા મુજબ મૃત્યુ સમયે જીવ લેવા માટે યમરાજ આવતા હોય છે

Top Stories Gujarat Others

Navsari News : નવસારી જિલ્લામાંથી જ્યારથી DFC (ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર)ની રેલવે લાઈન શરૂ થઈ ત્યારથી શરૂ થયેલો અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. નવસારીના બીલીમોરા અને સુરત વચ્ચે છેલ્લા છ મહિનામાં અકસ્માતના સર્જાયેલા અલગ અલગ બનાવોમાં 50 જેટલા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. રેલવે વિભાગની અનેક સૂચનાઓ બાદ પણ લોકો બેદરકારીના કારણે જીવ ગુમાવી રહ્યા છે ત્યારે હવે રેલવે વિભાગે ‘યમરાજ’ની મદદ લીધી છે. નવસારીના જે વિસ્તારમાંથી આ રેલવે લાઈન પસાર થઈ રહી છે તેની આસપાસના રહેણાક વિસ્તારમાં ‘યમરાજ’ ફરીને લોકોને જાગૃત કરી રહ્યા છે.હિન્દુ ધર્મની માન્યતા મુજબ મૃત્યુ સમયે જીવ લેવા માટે યમરાજ આવતા હોય છે.

જો કે, નવસારીમાં રેલવે વિભાગે લોકોના જીવ બચાવવા માટે ‘યમરાજ’ની મદદ લેવી પડી છે! નવસારી જિલ્લામાંથી પસાર થતી DFCની રેલવે લાઈન આસપાસના રહેણાક વિસ્તારમાં હાલ આ ‘યમરાજ’ લોકોના જીવ બચે તેના માટે પ્રયાસો કરી રહ્યા છે.
નવસારી જિલ્લામાંથી પસાર થતી DFC એટલે કે ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરની રેલવે લાઈન કાર્યરત થઈ ચૂકી છે. આ રેલવે લાઈન પર દિવસરાત માલગાડીઓ દોડતી રહે છે. રેલવે વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 6 મહિનામાં જ નવસારીના બીલીમોરાથી સુરત વચ્ચેની રેલવે લાઈન પર અલગ અલગ અકસ્માતો સર્જાતા 50 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. અનેક પ્રયાસો બાદ પણ અકસ્માતનો સિલસિલો યથાવત્ રહેતા રેલવે વિભાગે હાલ આ રેલવે લાઈન પર જે સ્થળો પર અકસ્માત સર્જાઈ રહ્યા છે તે સ્થળોને આઈડેન્ટિફાઈ કરી આ વિસ્તારમાં નુક્કડ નાટક કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસ શરૂ કર્યા છે.

હિન્દુ ધર્મમાં યમરાજનું નામ પડતાં જ લોકો થથરી જાય છે, યમરાજ મૃત્યુના દેવતા છે, મોતની અંતિમ ઘડીમાં આત્માને લેવા યમરાજ સ્વયં પૃથ્વી પર આવે છે તેવી માન્યતા છે. જેથી રેલવે વિભાગ દ્વારા રેલવે લાઇન ક્રોસ કરતાં સીધા જ યમસદન પહોંચી જવાય તેવી સૂચક સમજ આપવા ‘યમરાજ’ની મદદ લેવામાં આવી છે. વિજલપોરને અડીને આવેલા રામનગર વિસ્તારમાં ‘યમરાજ’ અને ‘ચિત્રગુપ્ત’ની જોડીએ લોકોને રેલવે લાઈન ક્રોસ કરશે તો જાતે તેમને ઉપાડીને યમલોક લઈ જશે તેવી ચીમકી ઉચ્ચારીને રેલવે લાઇન ક્રોસ ન કરવા કડક શબ્દોમાં સૂચના આપી હતી. રામનગરમાંથી પસાર થતી DFCની લાઈન જો ક્રોસ કરી તો યમરાજ જાતે આવીને તેમને ઉપાડી જશે તેવું એક નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું.

યમરાજનું પાત્ર ભજવનાર કલાકાર સતીશ મિશ્રા કહે છે કે, હું આ જાગૃતિ અભિયાન કરતો કરતો સુરતથી આજે નવસારી આવ્યો પહોંચ્યો છું અને લોકોને મારી અપીલ છે કે તેઓ રેલવે ટ્રેકને ક્રોસ ન કરે અને ત્યાં ગંદકી ન કરે. જો રેલવે ટ્રેક તેઓ ક્રોસ કરશે તો ‘યમ હૈ હમ ઉઠા લે જાયેંગે હમ’.આરપીએફના પીઆઇ મહેન્દ્ર રાજોરિયા જણાવે છે કે, આજે હું અને મારી ટીમ રામનગર પાસે આવેલા રેલવેટ્રેક પાસે આવ્યા છીએ. જેમાં લોકોને રેલવેના પાટા ક્રોસ ન કરવા માટે સતત સાવધાન કરી રહ્યા છે. આ પાટા ક્રોસ કરતા અનેક જાનહાનિ થવાની સંભાવના રહેલી છે. જેને લઈને અમે એક નુક્કડ નાટક લઈને આવ્યા છીએ જેનું નામ છે યમરાજ અભિયાન.

જેમાં એક કલાકાર યમરાજનું પાત્ર ભજવીને ડીએફસી લાઇન નજીક રહેતા લોકોને રેલવે પાટા ક્રોસ ન કરવા માટે જાગૃત કરશે જ્યારથી આ DFC કોરિડોર બન્યો છે ત્યારથી અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. બીલીમોરાથી સુરતની વચ્ચે કુલ 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યાના આંકડા સામે આવ્યા છે.રેલવે વિભાગે જ્યાં નાટક કર્યું ત્યાં જ છ દિવસ પહેલાં બે યુવકોએ બેદરકારીના કારણે જીવ ગુમાવ્યો હતો. વિજલપોર નજીક આવેલા રામનગરમાંથી પસાર થતા રેલવેટ્રેક પર રાત્રિના સમયે બેસીને રામજન્ય ચૌહાણ અને વિવેક ચૌહાણ નામના મિત્રો વાતો કરી રહ્યા હતા ત્યારે જ માલગાડી આવી જતા બંને મિત્રો કપાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ

આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ

આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી