Gujarat News : આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં પડશે વરસાદ… નર્મદા, સુરત અને તાપીમાં પણ વરસાદનું યલો અલર્ટ અને નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદની તીવ્રતાના અનુમાન મુજબ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી,નવસારી, ડાંગમાં આવતીકાલે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આવતીકાલે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથમાં પડશે વરસાદ. આણંદ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ પડશે વરસાદ.
ભરૂચ અને નર્મદા પણ વરસાદ પડવાની હવામાનની આગાહી કરવામાં આવી છે. 27 અને 28 સપ્ટેમ્બરે પણ અમદાવાદમાં પડી શકે છે ભારે વરસાદ. અમદાવાદીઓએ પણ ફરી તૈયાર રહેવું પડશે મુસીબત વેઠવા માટે. ભરાઈ શકે છે ઘુંટણસમા પાણી…વાહન લાઈને નીકળો તો ખાસ સાચવજો. ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજાએ વિરામ લીધો છે પરંતુ ફરી એક વખત મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ શકે છે,, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 30 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે.વરસાદના આ છેલ્લા રાઉન્ડ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે.
છેલ્લા રાઉન્ડમાં ગુજરાતના 60 ટકા વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં એક ઈંચની આસપાસ અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, જૂનાગઢ અને અમરેલીમાં એકથી ચાર ઈંચ સુધી વરસાદની શક્યતા છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ફરી રાજ્યમાં વરસાદી માહોલ જામશે. આ સિસ્ટમ લો પ્રેશરમાં ફેરવાશે અને ગુજરાત તરફ આગળ આવશે તો સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં ભારે વરસાદનું અનુમાન છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અને શીયર ઝોનના કારણે રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ એક્ટિવ થશે. કેટલાક જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ તો કેટલાક જિલ્લાઓમાં યેલો અલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતમાં પણ અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, 24થી 28 તારીખ સુધી વરસાદ વરસશે. બંગાળમાં સિસ્ટમ સક્રિય બનતા વરસાદી માહોલ રહેશે. બંગાળમાં જે સિસ્ટમ સક્રિય બનશે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદ લાવશે. ચોમાસુ વિદાય થતાં પણ ભારે વરસાદ વરસવાની તેમણે આગાહી કરી છે. 24થી 26 વાવાઝોડું થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. બે વાવાઝોડા ઉપરાંત માવઠા થવાની પણ તેમણે વ્યક્ત કરી છે. આ વખતે ગરમી પુષ્કળ પડવાની શક્યતા છે. નવેમ્બરથી ડિસેમ્બર માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. તે સમયે ગળામાં માવઠું થશે.

આ પણ વાંચોઃ સમગ્ર ગુજરાત વરસાદમાં તરબોળ, વાવણીલાયક વર્ષાથી ખેડૂતો ખુશખુશાલ
આ પણ વાંચોઃ રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી, દરિયાકિનારા પર એલર્ટની સ્થિતિ
આ પણ વાંચોઃ નવરાત્રી પહેલા ગુજરાતમાં ફરી થશે વાતાવરણ પલટો: આ વિસ્તારોમાં ચાર દિવસ વરસાદની આગાહી
