Gandhinagar News : રાજ્યના બનાસકાંઠા, કચ્છ અને રાજકોટ જિલ્લાના કલેકટરોના પ્રેઝન્ટેશન સહિત વિવિધ જિલ્લા કલેકટરોએ પોતાના ક્ષેત્રોમાં જળસંચય (Water Harvesting) જન ભાગીદારી 2.0 અભિયાનની પ્રગતિ તેમજ આગામી આયોજનની વિસ્તૃત વિગતો આ વિડિયો કોન્ફરન્સમાં પૂરી પાડી હતી.
મુખ્યમંત્રીએ આ સમીક્ષા બેઠકમાં કહ્યું કે, ભવિષ્યના પડકારોનો સામનો કરીને તેનું સોલ્યુશન આપવાનું માર્ગદર્શન આપણને વડાપ્રધાન નરેન્દ્ મોદીની વિઝનરી લીડરશીપને પરિણામે મળતું થયું છે.
તેમણે કેચ ધ રેઈન અભિયાન અને જળસંચય (Water Harvesting)માટેની જે રાષ્ટ્રવ્યાપી મુહિમ ચલાવી છે તેનો વધુને વધુ લાભ ગુજરાતને મળે તેના પર આપણું ફોકસ છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેકટરો પોતાના જિલ્લાઓમાં વરસાદી પાણીના સંગ્રહ (Water Harvesting)અને સંચય માટેના કામો ભવિષ્યનો વિચાર કરીને બનાવે તેની પ્રેરણા આપતા કહ્યું કે, આ બધા એવા લોકહિત કામો છે જેનાથી ફરજ નિભાવવાના કાર્ય સંતોષ સાથે આત્મસંતોષ પણ મળે છે

રાજ્યના જિલ્લાઓમાં જળ સંચય-જન ભાગીદારી અભિયાનના કામોની હેલ્ધી કોમ્પિટિશન થાય અને જે જિલ્લાઓમાં જળસંચય(Water Harvesting)ની કામગીરી ઓછી થઈ છે તેને પણ વધુ કામો કરવાનું બળ મળે તેવા વાતાવરણની મુખ્યમંત્રીએ હિમાયત કરી હતી.
તેમણે ઉમેર્યું કે, રાજ્ય સરકારે દરેક ધારાસભ્યને 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચય (Water Harvesting)-ના કામો માટે ફાળવેલી છે તેનો પણ ઉપયોગ જિલ્લાઓમાં જળસંચયના કામો માટે થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
જળસંગ્રહ(Water Harvesting) ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશમાં મોડેલ રૂપ બની
મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકાર દ્વારા જળસંચય (Water Harvesting)જન ભાગીદારી યોજના અંતર્ગત રાજ્યને ફાળવાયેલી 553 કરોડ રૂપિયાની ગ્રાન્ટ સહાયનો સંપૂર્ણ ઉપયોગ માર્ચ-26 પહેલા થઈ જાય તે માટે જળસંચયના વ્યાપક કામો ત્વરાએ હાથ ધરવા આ બેઠકમાં તાકીદ કરી હતી.
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે કહ્યું કે, જળસંચય-જળસંગ્રહ ક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરી દેશમાં મોડેલ રૂપ બની છે.

જુના બોર રિચાર્જ કરવાના 90 ટકા પૈસા કેન્દ્ર સરકાર આપે તેવો જે નિર્ણય કર્યો છે તેનાથી મોટો ફાયદો થયો છે તેમ પણ જણાવીને કેન્દ્રીય મંત્રીએ જળસંચયના કામોમાં NGOsને વધુ જોડવા માટે યાદી બનાવીને તેમને મોટીવેટ કરવા પર ભાર મૂક્યો હતો.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનના દિશા દર્શનમાં અમલી થનારી વિકસિત ભારત ગેરેન્ટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન(ગ્રામીણ) યોજનામાં જે ફંડ મળશે તેના 40 ટકા જળસંચય-જળસંગ્રહના કામો માટે ઉપયોગમાં લઈ શકાય તેવી ઉદારતમ જોગવાઈ કરવામાં આવેલી છે.
પાટીલે આ યોજનામાં સમયસર અને આયોજન બદ્ધ રીતે પૈસા વપરાય તેનું માર્ગદર્શન આપતા જણાવ્યું કે, સાયન્ટિફિક પદ્ધતિથી વોટર સ્ટ્રક્ચર બનાવીને જળસંચય-જળસંગ્રહ ક્ષમતામાં ઉત્તરોત્તર વધારાથી વડાપ્રધાનએ આપેલો જળ સુરક્ષા-જળ આત્મ નિર્ભરતાનો સંકલ્પ પાર પાડી શકાશે.
કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ ચાલુ વર્ષે જળસંચય (Water Harvesting) જન ભાગીદારી 2.0 અભિયાન હેઠળ આગામી તા.31 મે 2026 સુધીમાં રાષ્ટ્રવ્યાપી એક કરોડથી વધુ જળસંગ્રાહક સ્ટ્રક્ચરો બાંધવાનો લક્ષ્યાંક રાખવામાં આવેલો છે તેની ભૂમિકા આપતા ગુજરાતમાં જળ સંચયના મહત્તમ કામો આગામી ચોમાસા પહેલા પૂરા કરવા સુચન કર્યુ હતું.

જળ સંચય જન ભાગીદારી 1 અભિયાન હેઠળ ગુજરાતમાં કુલ 1,33,522 જળ સંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. રેઈન વોટર હાર્વેસ્ટીંગ, રીચાર્જ ટ્યુબવેલ, તળાવ ઉંડા કરવા, ખેત તલાવડી, ફિલ્ટર વેલ વગેરે જેવા જળ સંચયના કામો થવાથી ભુગર્ભ જળ રીચાર્જમાં મોટો ફાયદો થયો છે તેની પણ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવી હતી.
મુખ્ય સચિવ એમ. કે. દાસે જળસંચય-જન ભાગીદારી અભિયાન 2.0ની ઉજ્વળ સફળતા માટે સૌ જિલ્લા કલેકટરોને મિશન મોડમાં કાર્યરત થવાનું સૂચન આ બેઠકમાં કર્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલ, અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે, સચિવ ડૉ. અજયકુમાર તથા જળ સંપત્તિ સચિવ પી. સી. વ્યાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.
