ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ હવામાં પ્રેમની સુગંધ ભળી જાય છે. 7મી ફેબ્રુઆરીથી ‘વેલેન્ટાઈન વીક’ની શરૂઆત થાય છે અને તેનો પહેલો દિવસ એટલે ‘રોઝ ડે’ (Rose Day). પ્રેમી પંખીડાઓ એકબીજાને લાલ ગુલાબ આપીને પોતાના પ્રેમનો એકરાર કરે છે. પણ શું તમને ક્યારેય વિચાર આવ્યો છે કે પ્રેમના તહેવારની શરૂઆત ગુલાબથી જ કેમ થાય છે? કમળ કે સૂર્યમુખીથી કેમ નહીં? તેની પાછળ સદીઓ જૂનો ઈતિહાસ અને પૌરાણિક કથાઓ જોડાયેલી છે.
વેલેન્ટાઈન વીકની શરૂઆત ‘રોઝ ડે’થી જ કેમ? (Rose Day)
કોઈપણ સંબંધની શરૂઆત કોમળતા અને સુગંધથી થવી જોઈએ.
શબ્દો વિનાની ભાષા: જ્યારે કોઈ વ્યક્તિ પોતાના દિલની વાત શબ્દોમાં કહી શકતી નથી, ત્યારે ગુલાબ (Rose) કામ આવે છે. પ્રપોઝ કરતા પહેલા (Propose Day) કે ચોકલેટ આપતા પહેલા, સામેવાળી વ્યક્તિને કમ્ફર્ટેબલ કરવા અને વાતાવરણને રોમેન્ટિક બનાવવા માટે ગુલાબ શ્રેષ્ઠ છે. તેથી જ વીકની શરૂઆત ફૂલથી કરવામાં આવે છે.
ગુલાબ અને પ્રેમનો ઈતિહાસ (History & Mythology)
ગુલાબને પ્રેમનું પ્રતીક માનવા પાછળ ગ્રીક અને રોમન કથાઓ જવાબદાર છે.
પ્રેમની દેવી સાથે કનેક્શન: ગ્રીક પૌરાણિક કથાઓ મુજબ, ગુલાબનો સંબંધ પ્રેમની દેવી ‘એફ્રોડાઈટ’ (Aphrodite) સાથે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તે પોતાના પ્રેમી એડોનિસને બચાવવા દોડી હતી, ત્યારે કાંટા વાગવાથી તેનું લોહી નીકળ્યું હતું અને તે સફેદ ગુલાબ પર પડ્યું હતું. ત્યારથી સફેદ ગુલાબ લાલ થઈ ગયું અને અમર પ્રેમનું પ્રતીક બની ગયું.
રોમન માન્યતા: રોમન લોકો પ્રેમની દેવી ‘વિનસ’ (Venus) ને ગુલાબ અર્પણ કરતા હતા. તેઓ ગુલાબને સુંદરતા અને પ્રેમનું પ્રતિક માનતા હતા.
વિક્ટોરિયન યુગ અને ‘ફૂલોની ભાષા'(Rose)
આધુનિક સમયમાં ગુલાબ આપવાની પ્રથા વિક્ટોરિયન યુગમાં શરૂ થઈ.
ફ્લોરોગ્રાફી (Floriography): તે સમયે લોકો ખુલીને પ્રેમનો એકરાર કરી શકતા ન હતા. તેથી તેઓ ‘ફૂલોની ભાષા’નો ઉપયોગ કરતા હતા. રાજા ચાર્લ્સ બીજા (King Charles II) એ પર્શિયાથી આ પ્રથા યુરોપમાં લાવી હતી. લાલ ગુલાબ (Rose) નો અર્થ ‘ઊંડો પ્રેમ’ થતો હતો. ધીમે-ધીમે આખી દુનિયામાં પ્રેમીઓ લાગણી વ્યક્ત કરવા ગુલાબનો સહારો લેવા લાગ્યા.
મુઘલ કાળ અને ગુલાબ ભારતીય ઇતિહાસમાં પણ ગુલાબનું મહત્વ છે. કહેવાય છે કે મુઘલ બેગમ નૂરજહાંને લાલ ગુલાબ ખૂબ પસંદ હતા. બાદશાહ જહાંગીર તેને ખુશ કરવા માટે રોજ તાજા ગુલાબ મોકલતા હતા.
કયા રંગના ગુલાબનો શું અર્થ? (Rose)
લાલ ગુલાબ: પ્રેમ અને રોમાન્સ. (Red Rose)
પીળું ગુલાબ: મિત્રતા અને ખુશી.(Yellow Rose)
સફેદ ગુલાબ: શાંતિ અને માફી માંગવા માટે.(White Rose)
ગુલાબી ગુલાબ: પ્રશંસા અને આભાર માનવા માટે.(Pink Rose)
આમ, સદીઓથી ગુલાબ (Rose) એ પ્રેમ, લાગણી અને બલિદાનનું પ્રતીક રહ્યું છે. એટલે જ વેલેન્ટાઈન વીકની શરૂઆત આ સુંદર ફૂલથી થાય છે.
આ પણ વાંચો: શું ઓરલ સેક્સથી કેન્સર થઈ શકે છે? નવી સ્ટડીમાં થયો ચોંકાવનારો ખુલાસો, આ શરૂઆતી લક્ષણોને અવગણશો નહીં
આ પણ વાંચો: શું કામનું ટેન્શન બેડરૂમ સુધી પહોંચી ગયું છે? તો ટ્રાય કરો આ 5 પોઝિશન્સ, તણાવ થશે ગાયબ અને વધશે પ્રેમ
આ પણ વાંચો: થાક ઉતારવા માટે સેક્સ છે બેસ્ટ દવા! જાણો પાર્ટનરને કેવી રીતે મૂડમાં લાવવા?




