Not Set/ લાચાર પાકિસ્તાનની વધુ એક ધમકી, કહ્યું, “એકના બદલામાં કરીશું ૧૦ સર્જિકલ સ્ટ્રાઈક

લંડન, ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પાર તંગદિલી જોવા મળી રહી છે, ત્યારે આ વચ્ચે કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતને વધુ એક ધમકી આપવામાં આવી છે. પહેલેથી માત્ર બાણ છોડવામાં માહિર એવા પાકિસ્તાન દ્વારા ધમકી ઉચ્ચારતા કહ્યું છે કે, “ભારત જયારે પાકિસ્તાન સામે એક પણ સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, તો તેઓ એકના બદલામાં  કરીશું […]

Top Stories World Trending

લંડન,

ભારત અને પાકિસ્તાન વચ્ચે બોર્ડર પાર તંગદિલી જોવા મળી રહી છે, ત્યારે આ વચ્ચે કટ્ટર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા ભારતને વધુ એક ધમકી આપવામાં આવી છે.

પહેલેથી માત્ર બાણ છોડવામાં માહિર એવા પાકિસ્તાન દ્વારા ધમકી ઉચ્ચારતા કહ્યું છે કે, “ભારત જયારે પાકિસ્તાન સામે એક પણ સર્જિકલ સ્ટ્રાઈક કરે છે, તો તેઓ એકના બદલામાં  કરીશું ૧૦ સર્જિકલ સ્ટ્રાઈક કરવા માટે તૈયાર છે”.

પાકિસ્તાન સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે લંડનમાં ભારત વિરુધ આ પ્રકારનું ઝેર ઉગ્લ્યું હતું.

https://twitter.com/RadioPakistan/status/1051119391147024384

પાકિસ્તાન રેડિયો સાથેની વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, “ભારત જયારે પાકિસ્તાનની સીમામાં અંદર ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરવાની કોશિશ કરે છે, તો ભારતને જવાબમાં ૧૦ સર્જિકલ સ્ટ્રાઈકના હુમલાનો સામનો કરવો પડશે”.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, “જે લોકો અમારી વિરુધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાનો પ્રયત્ન કરે છે તો પાકિસ્તાનની કાર્યક્ષમતા પર પણ કોઈ શંકા ન હોવી જોઈએ”.

પાકિસ્તાન સેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, “પાકિસ્તાનની સેના ૫૦ મિલિયન અમેરિકી ડોલરથી તૈયાર થનારા ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)નું સંરક્ષક હતું અને આ મોટી યોજનાથી દેશની અર્થવ્યવસ્થામાં સુધારો આવશે.