નવી દિલ્હી,
ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થા (ઇસરો)એ ૪૦માં કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૩૧ને સફળ રીતે લોંચ કર્યો હતો.આ લોંચ ફ્રેન્ચ ગુયાનામાં સ્થિત યુરોપિયન સ્પેસ સેન્ટરથી ભારતીય સમય મુજબ બુધવારના દિવસે રાત્રે ૨-૩૧ વાગે લોંચ કરવામા આવ્યા હતો.
સેટેલાઇટ લોન્ચ થયા બાદ ૪૨ મિનિટના ગાળા બાદ ઉપગ્રહ તેના નિર્ધારિત પરિભ્રમણ કક્ષામાં ગોઠવાઇ જતા વૈજ્ઞાનિકોએ રાહત અનુભવી હતી.
આ લોંચ એરિયન સ્પેસના એરિયન-૫ રોકેટ માટે કરવામાં આવ્યુ ત્યારે ઇસરોના તમામ લોકોની નજર તેના પર હતી.
સાઉથ અમેરિકાના દરિયા કિનારે આવેલી ફ્રેન્ચ ટેરેટરીમાં એરિયન લોન્ચ કોમ્પેલેક્સમાંથી આ સેટેલાઇટ છોડાયો એ પછી ઇસરોના ડાયરેક્ટર એસ પાંડિયને કહ્યું કે આ સેટેલાઇટને સફળતાપુર્વક લોન્ચ કરવા બદલ આ તમામ ટીમનો આભારી છું.
જીસેટ 31 કમ્યુનિકેશન સેટેલાઇટ છે,જેના કારણે દેશની સંદેશાવ્યવહાર સિસ્ટમ વધુ મજબુત બનશે.એ સિવાય આ એક ફ્રિકવન્સી સેટ કરતો સેટેલાઇટ હોવાને કારણે અપલીંક ડાઉન લીંકની ફેસીલીટી વધતા ટીવી ચેનલોના નેટવર્ક મજબુત બનશે.એ સિવાય ડીટીએચ અને મોબાઇલ નેટવર્ક પર વધારે મજબુત બનશે.
જીસેટ 31ના કારણે અરેબિયન સમુદ્ર,બંગાળનો અખાત અને હિંદ મહાસાગરમાં પણ મરીન કે બીજી સુરક્ષા એજન્સીઓ દ્રારા થઇ રહેલાં સર્વેલન્સમાં પણ આ સેટેલાઇટ મદદરૂપ થશે.
