જૂનાગઢ,
જૂનાગઢના વિસાવદરમાં કોંગ્રેસ કાર્યકરોએ ડુંગળીનુ મફત વિતરણ કરી ઉગ્ર વિરોધ કર્યો હતો. એક તરફ ખેડૂતોને ડુંગળીના પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. તો બીજી તરફ બજારમાં ડુંગળીનુ વેચાણ ઉંચા ભાવે થઇ રહ્યુ છે.
ત્યારે આ બાબતથી ગરીબ વર્ગ અને ખેડૂતો બંને પીસાઇ રહ્યા છે. સરકારને ડુંગળીના ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોએ અનેકવાર રજૂઆત કરી છે. પરંતુ જાડી ચામડીના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. જેને લઇ ખેડૂતો અને કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. વિસાવદર બસ સ્ટેન્ડ ચોકમાં ડુંગળીનુ મફત વિતરણ કરી વિરોધ નોંધાવ્યો હતો.
