Not Set/ ખોટું મરણ સર્ટીફીકેટ રજુ કરી, વીમા એજન્ટે ૯ લાખ ચાઉં કર્યા.

બનાસકાંઠા જિલ્લામાં ખોટુ મરણ સર્ટિફિકેટ રજુ કરીને એક મૃતક વ્યક્તિના વિમાના 9 લાખ રૂપિયા ચાંઉ કરી જવાનો કારસો સામે આવતા ચકચાર મચી છે. પોલીસે ખોટુ મરણ સર્ટિફિકેટ રજુ કરનાર વિમા એજન્ટ અને મૃતક વ્યક્તિના પિતાની સામે આ અંગે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, પાલનપુરમાં રહેતા વિમા એજન્ટ ભારૂભાઈ […]

Gujarat

બનાસકાંઠા જિલ્લામાં ખોટુ મરણ સર્ટિફિકેટ રજુ કરીને એક મૃતક વ્યક્તિના વિમાના 9 લાખ રૂપિયા ચાંઉ કરી જવાનો કારસો સામે આવતા ચકચાર મચી છે. પોલીસે ખોટુ મરણ સર્ટિફિકેટ રજુ કરનાર વિમા એજન્ટ અને મૃતક વ્યક્તિના પિતાની સામે આ અંગે ફરિયાદ નોંધીને તેમની ધરપકડ કરવાની તજવીજ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, પાલનપુરમાં રહેતા વિમા એજન્ટ ભારૂભાઈ સોલંકીએ એક મૃતક વ્યક્તિના પિતા સાથે મળીને તેના મૃતક પુત્રનુ ખોટુ મરણ સર્ટિફિકેટ બનાવડાવીને વિમાના 9 લાખ રૂપિયા મેળવી લીધા હતા. આ અંગેનો ખુલાસો થતા વિમા કંપની તરફથી પોલીસને ફરિયાદ મળી હતી.

તપાસ દરમિયાન એવી હકીકત સામે આવી હતી, કે મરણ જનાર વ્યક્તિનુ કુદરતી મોત થતા તેના વિમાની રકમ મેળવવા માટે મૃતકના પિતા અને વિમા એજન્ટે ખોટુ મરણ સર્ટિફિકેટ બનાવડાવ્યુ હતુ. જેથી હવે પોલીસે બંનેની ધરપકડ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે.