Navsari News : SIRની કામગીરી દરમિયાન BLOની તબિયત લથડવાના બનાવો વધી રહ્યા છે. જેમાં નવસારીમાં આ કામગીરી દરમિયાન એક શિક્ષકની તબિયત બગડી હતી. BLO શીતલ પટેલની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યા હતા.
BLOને તાત્કાલિક સારવાર માટે સીધા ICUમાં દાખલ કરનામાંઆવ્યા હતા.જેમાં ફરજ નિભાવવા છતાં ઉપરી અધિકારીઓ દબાણ કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.દબાણના કારણે BLOની તબિયત લથડી હોવાનો પરિવારે આક્ષેપ લગાવ્યો છે.
જેમાં BLOને ઉપરી અધિકારીએ કલેક્ટરના નામે ધમકાવ્યા હોવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જેમાં નોટિસની ધમકી આપવા સાથે BLOને હાજર થવા ફરમાન કરવામાંઆવ્યું હતું.
અગાઉ રાજસ્થાનના જયપુરમાં BLOએ ટ્રેન નીચે ઝંપલાવીને જીવન ટૂંકાવ્યું હતું.જેમાં સ્યુસાઈડ નોટમાં SIR કામગીરી મુદ્દે ધમકીનો આરોપ લગાવવામાં આવ્યો છે.તે સિવાય અધિકારીએ સસ્પેન્ડ કરવાની ધમકી આપ્યાનો પણ દાવો કરવામાં આવ્યો છે.ઉપરાંત મધ્યપ્રદેશના દતિયામાં BLOએ સ્કૂલમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
BLOના આપઘાત મુદ્દે સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. SIR પ્રક્રિયાથી માનસિક તણાવ હોવાનો પરિવારનો આક્ષેપ છે.કેરળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈનાત કરાયેલા એક બૂથ લેવલ ઓફિસર (BLO)નું રવિવારે આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું. બાદમાં, રાજ્ય સરકારી કર્મચારીઓના એક સંગઠન અને બે અન્ય સંગઠનોએ જણાવ્યું હતું કે BLO સોમવારે કામથી દૂર રહેશે.
કન્નુરના 44 વર્ષીય અનીશ જ્યોર્જના પરિવારે દાવો કર્યો હતો કે SIR પ્રક્રિયામાં નિર્ધારિત સમયમાં પોતાની ફરજો પૂર્ણ કરવાના પ્રયાસોમાં તેમના પર દબાણ આવી રહ્યું હતું. કન્નુર જિલ્લામાં સરકારી સહાયિત ઉચ્ચ પ્રાથમિક શાળામાં ઓફિસ સહાયક તરીકે કામ કરતો જ્યોર્જ રવિવારે તેના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો.
.કોલકાતામાં, એક BLO ને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની પત્નીએ કહ્યું કે તેમના પર SIR કાર્ય પૂર્ણ કરવાનું દબાણ હતું. કન્નુરમાં એક BLO ની આત્મહત્યા બાદ, કેરળભરના બૂથ-સ્તરના અધિકારીઓ આજે કામનો બહિષ્કાર કરશે. વિરોધ જૂથોનો આરોપ છે કે ચાલુ SIR પ્રક્રિયા અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને કારણે BLO ભારે દબાણ હેઠળ છે.

