Narmada News/ આપણે હોઈએ કે BLO બધાએ કામ તો કરવું જ પડે, હજી ધીમીગતિએ કામ ચાલી રહ્યું છે

કોંગ્રેસે તેમના આ નિવેદનને અશોભનિય ગણાવ્યું છે

Gujarat Others

Narmada News : SIRની કામગીરી હાલ ચુંટણી પંચ દ્વારા પૂરજોશ મા ચાલી રહી છે.જેમાં BLO દ્વારા કામગીરીના ભારણને લઇ વિરોધ ઉઠી રહ્યો છે. ક્યાંક બીએલઓની કામગીરી કરતા શિક્ષકોને આપઘાત કે હાર્ટએટેકના બનાવો બની રહ્યા છે. આ દરમિયાન રાજ્ય સરકારના મંત્રી દ્વારા ચોંકાવનારૂ નિવેદન આપવામાં આવ્યું છે. કોઈપણ હોય કામ તો કરવુ જ પડે, એમ મંત્રી ઈશ્વર પટેલે કહ્યું હતું.

નર્મદા જિલ્લામાં સંકલનની બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારના મંત્રી ઈશ્વર પટેલ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતાં. તેમણે આગેવાનો અને અધિકારીઓ સાથે વિવિધ કામોને લઈને ચર્ચાઓ કરી હતી. ત્યાર બાદ , BLO હોય કે આપણે બધા હોય કામ તો કરવું જ પડે,એમ મીડિયા સામે તેમણે કહ્યું હતું .સમય મર્યાદામાં કામ કરવાનું હોય તો કરવું જ પડે. હજુ પણ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.

BLOની કામગીરીમાં હાર્ટ એટેક અને આપઘાતના બનાવો બાદ મંત્રીએ આ પ્રકારનું નિવેદન આપતા અનેક સવાલો ઉભા થયાં છે. કોંગ્રેસે તેમના આ નિવેદનને અશોભનિય ગણાવ્યું છે. હાલમાં બીએલઓની કામગીરી બાબતે પણ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


Surat News/સુરતમાં BLOની તકલીફોનો આવ્યો નીવેડો, દરેકને આપવામાં આવ્યો રિઝર્વ BLO

Girsomnath News/મતદારયાદી સુધારણાના કામકાજના બોજથી ગીર સોમનાથના શિક્ષકની આત્મહત્યા

Gujarat News/SIRની કામગીરીમાં હાજર ન થતા શિક્ષકો સામે ધરપકડ વોરંટ: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની CMને ઉગ્ર રજૂઆત