Gandhinagar News/ ભુપેન્દ્ર પટેલ કેબિનેટમાં સ્થાન પામનારા રીવાબા જાડેજા રાજકારણમાં પતિની જેમ ‘ઓલરાઉન્ડર’ બનશે?

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયાને પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂની કેબિનેટમાં સ્થાન ન ધરાવતા રીવાબા જાડેજાને નવા મંત્રીમંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે ફોન કરીને સૂચના આપી રહ્યા છે.

Top Stories Gandhinagar Gujarat Others Breaking News

Gandhinagar News: ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણની પ્રક્રિયાને પ્રારંભ થઈ ચૂક્યો છે. જૂની કેબિનેટમાં સ્થાન ન ધરાવતા રીવાબા જાડેજાને નવા મંત્રીમંડળમાં પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમને ટેલિફોનિક સૂચના પણ આપી દેવામાં આવી છે. સીએમ ભુપેન્દ્ર પટેલ પોતે ફોન કરીને સૂચના આપી રહ્યા છે. આમ રીવાબાને પક્ષ માટે કરેલી કામગીરી ફળી છે. આ ઉપરાંત ક્ષત્રિય રાજકારણમાં મહિલા મતો પર તેમનું પ્રભુત્વ છે. આના પગલે સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય રાજકારણમાં મહિલા મતો પર રીવાબાનો પ્રભાવ કામ કરી શકે છે.

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા ( લગ્ન પૂર્વે સોલંકી) જન્મ 2 નવેમ્બર 1990એક ભારતીય રાજકારણી છે.  તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે . તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ચૂંટાયા હતા. રિવાસિંહ હરદેવસિંહ સોલંકીનો જન્મ 2 નવેમ્બર 1990 ના રોજ ગુજરાતના રાજકોટમાં હરદેવસિંહ સોલંકી અને પ્રફુલ્લબા સોલંકીને ત્યાં થયો હતો.

તેમણે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી , અમદાવાદમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા. રિવાબાએ મહિલાઓને મદદ કરવા અને મહિલા સશક્તિકરણ માટે શ્રી માતૃશક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ નામનો NGO શરૂ કર્યો છે. 2016માં તેણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા . તેમને ‘નિધ્યાના જાડેજા’ નામની પુત્રી છે. ગુજરાતમાં વિધાનસભ્ય તરીકે તેમનું કામકાજ સંતોષજનક રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભાજપના દર આઠમાં ધારાસભ્યે એકને મળશે મંત્રીપદ, ભાજપનું માસ્ટર પ્લાનીંગ જાણો

આ પણ વાંચો:મુખ્યમંત્રીના નિવાસ સ્થાને બેઠકમાં મંત્રીઓના રાજીનામા સ્વીકારવામાં આવ્યા

આ પણ વાંચો:અડધા મંત્રીઓને વિદાય, નાયબ મુખ્યમંત્રીની રેસમાં સંઘવી અને હળપતિ