Surat News/ સુરતમાં BRTS બસના ડ્રાઈવરની દાદાગીરી, વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાનો આરોપ

સુરતમાં BRTS બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. બસમાં પ્રવાસ કરી રહેલા વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો ડ્રાઈવર પર આરોપ લગાવ્યો છે મળતી માહિતી પ્રમાણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે BRTS બસના ડ્રાઈવરે વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાનો આરોપ લગાવ્યો છે.

Gujarat Surat Breaking News

Surat: સુરતમાં BRTS બસના ડ્રાઈવરની દાદાગીરી સામે આવી છે. બસમાં પ્રવાસ કરી રહેલા વિદ્યાર્થીઓને બંધક બનાવવાનો ડ્રાઈવર પર આરોપ લગાવ્યો છે મળતી માહિતી પ્રમાણે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગેટ પાસે BRTS બસના ડ્રાઈવરે વિદ્યાર્થીઓને બંધક બનાવ્યાનો આરોપ લગાવ્યો છે. બસમાં રહેલું સ્ટોપ બટન તૂટી જતા વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. બસની બહાર રહેલા વિદ્યાર્થીઓને ખબર પડતા વિરોધ નોંધાવ્યો હતો. એક વિદ્યાર્થીની તબિયત બગડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

BRTS બસમાં આપવામાં આવેલું સ્ટોપ બટન તૂટી જતા ડ્રાઈવરે 7 વિદ્યાર્થીને બસમાં બંધક બનાવી રાખ્યા. જેમાં એક વિદ્યાર્થીની તબિયત બગડી હતી. વિદ્યાર્થીઓને બહાર રહેલા તેમના અન્ય મિત્રોને જાણ કરી હતી. જેથી અન્ય વિદ્યાર્થીઓએ બસનો ઘેરાવો કર્યો હતો અને વિદ્યાર્થીઓને મુક્ત કરવા માટે સુત્રોચ્ચાર કર્યા હતા. વિદ્યાર્થીઓએ BRTS બસના ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.  વિદ્યાર્થીઓના વિરોધ-પ્રદર્શનના લીધે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આખરે પોલીસે મધ્યસ્થતા કરીને મામલો થાળે પાડ્યો હતો

BRTS બસના ડ્રાઈવરોની દાદાગીરી અનેકવાર સામે આવી ચૂંકી છે. અનેક વાર બેફામ બસ હંકારીને અનેક વાહનોને અડફેટે લેતા અનેક લોકોને ઈજા અને મોત થયા છે. તંત્ર હવે BRTS બસના ડ્રાઈવરોને માનવતા અને ટ્રાફિક નિયમોના પાઠ ભણાવે છે કે નહીં તે હવે બસ જોવાનું રહ્યું


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત BRTSના 4 રૂટ આજથી કરાશે શરૂ, 50 ટકા મુસાફરો સાથે રૂટ પર BRTS દોડશે, અગાઉ 8 રૂટ પર શરૂ કરવામાં આવી હતી બસ , સંક્રમણ ઘટતા સુરતમાં વધુ 4 રૂટ કરાશે શરૂ, 4 રૂટો ઉપર 82

આ પણ વાંચો: સુરત BRTSની અડફેટે બાળકનું મોત, ડાયમંડ નગર વિસ્તારની ઘટના, અકસ્માત કરી ડ્રાયવર બસ લઈને ફરાર

આ પણ વાંચો: સુરતમાં BRTS કોરિડોર રેઢિયાળ બન્યા, 276 સ્વીંગ ગેટના મેઈન્ટેનન્સમાં ઈજારાદાર નિષ્ફળ