ગુજરાત/ સુરતમાં BRTS કોરિડોર રેઢિયાળ બન્યા, 276 સ્વીંગ ગેટના મેઈન્ટેનન્સમાં ઈજારાદાર નિષ્ફળ

BRTS કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરો આકસ્મિક સંજોગોના ભોગ બને તે ઉદ્દેશ્ય સાથે સ્વીંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Gujarat Surat
YouTube Thumbnail 30 1 સુરતમાં BRTS કોરિડોર રેઢિયાળ બન્યા, 276 સ્વીંગ ગેટના મેઈન્ટેનન્સમાં ઈજારાદાર નિષ્ફળ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના જુદા-જુદા વિસ્તારોમાં આવેલા BRTS કોરિડોરમાં લગાવવામાં આવેલા સ્વીંગ ગેટનું મેઈન્ટેનન્સ કરવામાં મુંબઈ ખાતેની સંસ્થા નિષ્ફળ રહી છે. આ સંસ્થાને બ્લેક લિસ્ટ કરવા માટેની તજવીજ મહાનગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુગમ અને સસ્તા દરે પરિવહનની સુવિધા મળી રહે તે માટે અલગ-અલગ વિસ્તારોમાં BRTS ની સુવિધા શરૂ કરવામાં આવી હતી. BRTS કોરિડોરમાં અકસ્માત સહિત ખાનગી વાહનોના પ્રવેશને અટકાવવા માટે તથા રસ્તો ઓળંગી રહેલા મુસાફરો આકસ્મિક સંજોગોના ભોગ બને તે ઉદ્દેશ્ય સાથે સ્વીંગ ગેટ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પગલે સુરતમાં બીઆરટીએસ રૂટ પર 276 સ્વીંગ ગેટ લગાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ માટે મુંબઈ ખાતેની ટેક્નોક્રેટ સિક્યુરિટી સિસ્ટમ પ્રા. લિ. નામક સંસ્થાની ઈજારાદાર તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

પ્રારંભથી જ ઈજારદાર દ્વારા સ્વીંગ ગેટના ઓપરેશન અને મેઈન્ટેનન્સ બાબતે લાપરવાહી દાખવવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા છાશવારે ઈજારદારને નોટિસ પાઠવીને સ્વીંગ ગેટ રિપેરીંગ કરવાની તાકિદ કરવામાં આવતી હતી. વર્ષ 2020થી ઈજારદાર દ્વારા મહાનગર પાલિકાની નોટિસોને ગંભીરતાથી લીધી ન હતી. ગત વર્ષ 2020માં ઈજારદારને પ્રિ-ટર્મિનેશન નોટિસ આપીને એક મહિનામાં તમામ ડેમેજ સ્વીંગ ગેટ રીપેર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી.

સુરત મ્યુનિસિપલ કમિશનરની સ્પષ્ટ સૂચના છતાં ઈજારાદાર સ્વીંગ ગેટો કાર્યરત કરવામાં નિષ્ફળ સાબિત થયો હતો. બીજી તરફ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી છાશવારે સર્જાતા અકસ્માતને પગલે વહીવટી તંત્ર પર માછલાં ધોવાઈ રહ્યા હતા. એક તરફ અકસ્માતોની વણઝાર વચ્ચે રેઢિયાળ બનેલા બીઆરટીએસ કોરિડોરમાં ખાનગી વાહનોના ન્યુસન્સને પગલે પણ અનેક વખત અકસ્માતો નોંધાયા છે.

 સ્થિતિમાં મહાનગરપાલિકા દ્વારા સ્વીંગ ગેટનાં રિપેરીંગ બાબતે ઈજારદારને સ્પષ્ટ તાકિદ કરવામાં આવી હતી તેમછતાં ઈજારાદાર સંસ્થા કામગીરી કરવામાં ધરાર નિષ્ફળ નીવડી હતી. જેને પગલે નાછૂટકે વહીવટી તંત્ર દ્વારા બીઆરટીએસ કોરિડોરમાં આવેલ સ્વીંગ ગેટનું મેઈન્ટેનન્સ અને ઓપરેશન કરનાર મુંબઈની સંસ્થાને બ્લેક લિસ્ટ કરવાની સાથે-સાથે બેન્ક ગેરેન્ટી જપ્ત કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સંદર્ભે આગામી દિવસોમાં સ્થાયી સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

આ પણ વાંચો:સામ્યાએ માત્ર ૩ દિવસમાં જ આ ટ્રેકને પૂર્ણ કરી બનવાનો ફાસ્ટેસ્ટ દીકરી રેકોર્ડ

આ પણ વાંચો:વિધવા સાથે શારિરીક સંબંધો બનાવીને લાખો રૂપિયા પડાવી લીધા

આ પણ વાંચો:સુરતના બે સગા ભાઇ અને બે સગી બહેનોનો પ્રેમ અધૂરો રહ્યો..આવી રીતે ચારના થયા મોત…

આ પણ વાંચો:પેટમાં દુ:ખાવા બાદ હોસ્પિટલમાં દાખલ 10 વર્ષના બાળકનું મોત