ગાંધીનગર/ યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 17 1 યુવાનો તૈયારીમાં લાગી જજો,રાજ્ય સરકાર આ વિભાગમાં કરશે બમ્પર ભરતી

Gandhinagar News: ગુજરાતમાં સંખ્યાબંધ યુવાનો બેરોજગાર હોવાનો મુદ્દો હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે આવામાં સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે આવી ગઈ છે સોનેરી તક.જી હા… રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવનાર છે.

આપને જણાવી દઈએ કે, આજે વાહન વ્યવહાર મંત્રીએ વિધાનસભા ગૃહમાં અનેક મોટી જાહેરાતો કરી. જેમાંથી સૌથી મોટી જાહેરાત એ હતીકે, આગામી સમયમાં એટલેકે, ચાલુ વર્ષમાં જ 2024ના અંત સુધીમાં ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ અંતર્ગત આવતા એસ.ટી. વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિત અલગ અલગ વિભાગોમાં કુલ 11 હજાર કરતા વધારે કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવામાં આવશે. ચાલુ વર્ષના અંત સુધીમાં જ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.

વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુંકે, આગામી સમયમાં ડબલ ડેકર બસ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સમગ્ર રાજ્યમાં દોડતી કરવામાં આવશે. સમગ્ર ગુજરાત રાજ્યમાં એસ.ટી.ની ડબલ ડેકર બસો દોડતી થશે. મુસાફરોની સુખાકારીમાં વધારો કરવાનો અમારો પ્રયાસ રહેશે. આગામી પાંચ દિવસમાં નવી 500 એસ.ટી.બસો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવશે. વિધાનસભાના દરેક ધારાસભ્ય નો એક અઠવાડિયામાં બે રૂટ માંગે ત્યાં આપવાની જાહેરાત કરવામાં આવી.

તેમજ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, એસ.ટી. નિગમ નુકશાનમાંથી નફામાં આવ્યું છે. જે નફો હવે મુસાફરોને વધુ ઉપયોગી સેવા આપવામાં વાપરવામાં આવશે.  ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે. જ્યાં એસટીમાં મુસાફરોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. પહેલા એસટીમાં 25 લાખ મુસાફરો હતા જે વધીને 27 લાખ મુસાફરો એસટીમાં મુસાફરી કરી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ખેડામાં ચાલું શાળાએ શિક્ષકોએ મારી ગુલ્લી, જુઓ વીડિયો

આ પણ વાંચો:સુરતમાં મોડેલ તાન્યાના આપઘાત કેસમાં IPLના ખેલાડીનું નામ આવ્યું સામે

આ પણ વાંચો:વીડિયો બનવા પર કાકા અને કાકી કરતા હતા ગંદી કોમેન્ટ, પતિએ માર્યો માર… મહિલા ઈન્ફ્લુએન્સરે નોંધાયો કેસ

આ પણ વાંચો:ગુજરાતમાંથી રાજ્યસભામાં માટે બિનહરીફ ચૂંટાયા જેપી નડ્ડા, ભાજપે જીતી ચારેય બેઠકો