તેજીનો તરખાટ/ 12 લાખ કરોડ, સેન્સેક્સમાં સતત 11 દિવસની તેજીથી રોકાણકારોને આટલી જંગી કમાણી

ભારતીય શેરબજારમાં આ મહિનેસતત વધારો જોવા મળી રહ્યો છે. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 319.63 પોઈન્ટ ઉછળીને 67,838.63 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

Top Stories Business
For Mantavya 3 12 લાખ કરોડ, સેન્સેક્સમાં સતત 11 દિવસની તેજીથી રોકાણકારોને આટલી જંગી કમાણી

મુંબઈઃ ભારતીય શેરબજારમાં આ મહિને Investor Wealth increase સતત વધારો જોવા મળી રહ્યો છે. સપ્તાહના અંતિમ દિવસે BSE સેન્સેક્સ 319.63 પોઈન્ટ ઉછળીને 67,838.63 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. આ રીતે સતત 11 ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 68 હજારની નજીક પહોંચી ગયો હતો.

બીજી તરફ NSE નિફ્ટી પણ રેકોર્ડ હાઈ પર બંધ થયો હતો. નિફ્ટી 50 66.85 પોઈન્ટ્સ મજબૂત થઈને 20,169.95 પોઈન્ટના સર્વોચ્ચ સ્તરે બંધ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે આ મહિનાની 15 સપ્ટેમ્બર સુધી 11 દિવસથી શેરબજારમાં કારોબાર થઈ રહ્યો છે. આમાં સેન્સેક્સ સતત 11 દિવસ સુધી ઉછળ્યો છે. તે જ સમયે, નિફ્ટીમાં માત્ર એક દિવસ માટે થોડો ઘટાડો થયો હતો.

શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોમાં Investor Wealth increase ગર્વ અનુભવાયો છે. આ મહિને તેની કમાણી 33 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે 1 સપ્ટેમ્બરે જ્યારે શેર બજાર ખુલ્યું ત્યારે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 3,09,59,138.70 લાખ કરોડ રૂપિયા હતું. તે જ સમયે, 1 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચેના 11 ટ્રેડિંગ દિવસોમાં તે વધીને 3,23,20,377.69 લાખ કરોડ રૂપિયા થઈ ગયો. આ રીતે રોકાણકારોએ 12.57 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ પણ વાંચોઃ Khodiyarmata Dispute/ખોડિયાર માતા પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ હાથ જોડી માફી માંગી, જુઓ શું કહ્યું?

આ પણ વાંચોઃ PM મોદીનો બિગ ફેન/સુરતના આ એન્જીનિયર PM મોદીને માને છે ભગવાન, હાથ પર બનાવી દીધું PMના ફોટોનું ટેટુ

આ પણ વાંચોઃ સુરત/ટેક્સટાઇલ સિટીમાં આ શું?, વેપારી સંગઠનના રજીસ્ટરમાં 2 મહિનામાં 250 છેતરપિંડીના કિસ્સા, 7મા પોલીસ ફરિયાદ 

આ પણ વાંચોઃ ACB/સુરત ACBએ મહિલા કલાર્ક અને કમ્પ્યુટર ઓપરેટરને લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા

આ પણ વાંચોઃ સુરત/સુરત ક્રાઈમ બ્રાન્ચે ચેન સ્નેચરની ઝડપી પાડી ગેંગ