@અમિત રૂપાપરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે ગુજરાત સહિત દેશભરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થશે. તો બીજી તરફ લોકો પોતાની રીતે પણ અલગ અલગ પ્રકારે સેલિબ્રેશન કરશે. ત્યારે સુરતના 68 વર્ષના એન્જિનિયરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને પોતાના હાથ પર તિરંગાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા અને સિગ્નેચર વાળું એક ટેટુ બનાવ્યું છે. એન્જિનિયર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચાહક છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના ભગવાન ગણે છે.
ઘણા લોકો તમે જોયા હશે કે જે પોતાના પ્રિય ભગવાન કે, પછી પ્રિય વ્યક્તિના નામ અથવા તો ફોટો પોતાના શરીરના અલગ અલગ અંગો પર ટેટુ સ્વરૂપે ચિત્ર આવતા હોય છે. ત્યારે સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક ચાહકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે પોતાના હાથ પર તિરંગા સાથે ફોટો અને સિગ્નેચર વાળું એક ટેટુ પડાવ્યું છે. આ એન્જિનિયરનું નામ પ્રકાશ મહેતા છે અને તેમની ઉંમર 68 વર્ષની છે. પ્રકાશ મહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન સમાન ગણે છે. પ્રકાશ મહેતા મિકેનિક એન્જિનિયર છે અને તેમને અલગ અલગ મશીનો અંગે ખૂબ જ સારી માહિતી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યેના લગાવને લઈને તેમને પોતાના હાથ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ટેટુ સ્વરૂપે પડાવી છે. પ્રકાશ મહેતાનું કહેવું છે કે 56 વર્ષની ઉંમરે વાઈફ અને સંતાનોના નામનું ટેટુ મેં કરાવ્યું હતું. આ ઉપરાંત અમે દેશને પણ ખૂબ પ્રેમ કરીએ છીએ અને એટલા માટે વિચાર આવ્યો કે રાષ્ટ્રને પ્રેમ કરું છું ત્યારે રાષ્ટ્રધ્વજ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી ઉત્તમ બીજું કંઈ જ ન હોઈ શકે.
એટલા માટે મેં એન્જિનિયરિંગનો ઉપયોગ કરી ગૂગલ પરથી એક ફોટો શોધ્યો અને ત્યારબાદ એક ડિઝાઇન તૈયાર કરી ટેટુ આર્ટિસ્ટ પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાની સાથે સિગ્નેચર અને રાષ્ટ્રધ્વજનું ટેટુ હાથ પર ચિતરાવ્યું. તેમને એવું પણ જણાવ્યું હતું કે, ટેટુ પડાવવાનું એક જ કારણ છે કે, હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન માનું છું અને એમની વિચારશ્રેણી અમારી સાથે રહે છે. એટલે ક્યારે પણ કોઈ તકલીફ પડે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની તસવીરને જોઈ લઉં છું અને તરત જ પોઝિટિવ વિચાર આવી જાય છે.
પ્રકાશ મહેતાએ એવું પણ જણાવ્યું હતું કે, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ આવતો હતો અને એટલા માટે જ અગાઉ મેં આ ટેટુ પડાવ્યું છે. જેથી 17 સપ્ટેમ્બર સુધીમાં મારા હાથ પર રૂઝ આવી જાય. પ્રકાશ મહેતાનું માનવું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો એકવાર દિલ્હી બોલાવી લે અને તેમના દર્શન અમને થાય તો અમે સમજશું કે અમારા આખા પરિવારની ચારધામની યાત્રા પૂરી થઈ.
આ પણ વાંચો:સુરત/પોલીસ અને RTOની કડક કાર્યવાહી, લાયસન્સ મેળવવા લોકોની RTOમાં જામી ભીડ
આ પણ વાંચો:સુરત/ટેક્સટાઇલ સિટીમાં આ શું?, વેપારી સંગઠનના રજીસ્ટરમાં 2 મહિનામાં 250 છેતરપિંડીના કિસ્સા, 7મા પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:Arvalli news/BJPના MLAની પત્નીને બંધક બનાવી લૂંટ, સોના-ચાંદીના દાગીના લૂંટી લૂંટારુઓ ફરાર