attack on indian/ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી…!

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવી રહી છે,

Top Stories World
Mantavyanews કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી...!

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં અવારનવાર મારામારીની ઘટના સામે આવી રહી છે, ત્યારે હાલમાં એક શીખ વિદ્યાર્થી પર અન્ય કિશોર સાથેના વિવાદને પગલે હુમલો કરવામાં આવ્યો હતો. એક મીડિયા રિપોર્ટ અનુસાર,17 વર્ષની હાઈસ્કૂલની વિદ્યાર્થી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના સોમવારે કેલોનામાં રટલેન્ડ રોડ સાઉથ અને રોબસન રોડ ઈસ્ટના ચોક પર બની હતી, જ્યાં હાઈસ્કૂલના વિદ્યાર્થીને કથિત રીતે “લાત-ઘુસા મારવામાં આવ્યા હતા અને આંખોમાં મરચાનો સ્પ્રે છાંટવામાં આવ્યો હતો.

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શીખ વિદ્યાર્થી ઘરે જવા માટે જાહેર પરિવહન બસમાંથી ઉતરી રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. જો કે પોલીસે આ ઘટના અંગે વિગતવાર માહિતી આપી નથી. વર્લ્ડ શીખ ઓર્ગેનાઈઝેશન ઓફ કેનેડા (ડબ્લ્યુએસઓ)એ આરોપ લગાવ્યો છે કે વાહનમાં વિદ્યાર્થીની સાથે પણ હુમલો કરવામાં આવ્યો હતો.

બ્રિટિશ કોલંબિયાના ડબ્લ્યુએસઓ વાઇસ પ્રેસિડેન્ટ ગુંતાસ કૌરને એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું કે, “કેલોનામાં એક વિદ્યાર્થી પર સોમવારનો હુમલો અસ્વીકાર્ય છે.” શહેરમાં જાહેર વાહનમાં શીખ યુવક વિરુદ્ધ હિંસાની આ બીજી ઘટના છે. વર્ષ.. માર્ચની શરૂઆતમાં, ભારતના શીખ વિદ્યાર્થી ગગનદીપ સિંહ (21) પર બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં અજાણ્યા લોકોના જૂથ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: Delhi High Court/ છૂટાછેડા લીધેલી દીકરીઓનો પિતાની મિલકતમાં કેટલો હક ધરાવે છે?

આ પણ વાંચો: Anantnag Attack/ અનંતનાગ હુમલામાં ચાર જવાનોની શહીદીનું કારણ આવ્યું સામે, જાણો શું છે સત્ય!

આ પણ વાંચો: અંગદાન/ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં બનાવાયો છે ‘અમર કક્ષ’