Delhi high court/ છૂટાછેડા લીધેલી દીકરીઓનો પિતાની મિલકતમાં કેટલો હક ધરાવે છે?

દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે નિયમો અનુસાર જે દીકરીના છુટાછેડા થઇ ગયા છે તેમને પિતાના ‘આશ્રિત’ તરીકે ગણવામાં નથી આવતું. અગાઉ, કર્ણાટક હાઈકોર્ટે કહ્યું હતું કે બહેનોને પરિવારના સભ્યો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવતી નથી અને તેથી તેઓ રોજગાર મેળવી શકતા નથી.

Top Stories India
delh iHigh Court

જો કોઈ દીકરીના છુટાછેડા થઈ ગયા છે અને તેના પિતા મૃત્યુ પામ્યા છે તો ઘરની મિલકતમાં તેમનો કોઈ હક નથી. આ બાબતે હાઇકોર્ટે કહ્યું હતું કે દીકરીના લગ્ન બાદ તે પારકી થઇ જાય છે અને ત્યારબાદ જો તેના છુટાછેડા થઇ જાય છે તો ત્યારબાદ તેના ભરણપોષણ માટે તે તેના પિતા પર કોઈ રીતે નિર્ભર ન થઇ શકે અને મિલકતમાં હિસ્સો લેવા તે દાવો ન કરી શકે. આ ઉપરાંત કહ્યું કે બીજી સ્થિતિ જેમાં દીકરીના લગ્ન નથી થયા કે પછી તેના પતિનું મૃત્યુ થયું છે તો આ પરિસ્થિતિમાં તે સંપતિમાં હિસ્સો મેળવી શકે છે. આ અંગે અગાઉ, કર્ણાટક હાઈકોર્ટે એક મહિલાની અરજીને ફગાવી દેતા કહ્યું હતું કે ‘બહેનો પરિવારનો ભાગ નથી’ અને તેથી તે દયાના આધારે સરકારી નોકરી માટે હકદાર નથી.

દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડા લીધેલી મહિલાની એ અપીલને ફગાવી દીધી હતી જેમાં તેણે કહ્યું હતું કે વારસદાર હોવાને કારણે તેને તેના પિતાની સંપત્તિમાં અધિકાર આપવામાં આવ્યો નથી. આ મામલે મહિલાએ પહેલા ફેમિલી કોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ તેની સુનાવણી થઈ ન હતી. તેણે તેની માતા અને ભાઈને ખર્ચ આપવા માટે કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. બાદમાં મહિલા હાઈકોર્ટ પહોંચી અને અહીં બે જજોની બેન્ચે કેસની સુનાવણી કરી ન હતી.

 શું કહે છે કાયદો 

જસ્ટિસ સુરેશ કુમાર કૈત અને જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેંચે કહ્યું કે હિન્દુ દત્તક અને જાળવણી કાયદાની કલમ 21 હેઠળ દાવો કરવામાં આવ્યો છે. કાયદાની આ કલમ એવા આશ્રિતો માટે છે જેઓ મૃત પિતાની મિલકતનો દાવો કરી શકે છે. બેન્ચે સ્પષ્ટતા કરી કે તે સંબંધીઓની 9 શ્રેણીઓ માટે બનાવવામાં આવી છે, જેમાં છૂટાછેડાનો કોઈ ઉલ્લેખ નથી. 1999 માં પિતાનું અવસાન થયું અને પરિવારમાં તેમની પત્ની, બે પુત્રી અને એક પુત્ર છે.

છૂટાછેડા લીધેલ દીકરીઓ મિલકતમાં હક ન માંગે

મહિલાએ દાવો કર્યો હતો કે કાયદેસર વારસદાર હોવાને કારણે તેને તેના પિતાની મિલકતોમાં હક નથી મળ્યો. તેણે કોર્ટને કહ્યું કે તેના ભાઈ અને માતાએ તેને દર મહિને 45,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું જેથી તે મિલકતમાં હક ન માંગે. તેમને 2014 સુધી જ જાળવણી ખર્ચ આપવામાં આવ્યો હતો. મહિલાએ જણાવ્યું કે તેના પતિએ તેને 2001માં એકતરફી છૂટાછેડા આપી દીધા હતા. ફેમિલી કોર્ટે એ હકીકતને પણ ધ્યાનમાં લીધી ન હતી કે તેણીએ તેના પતિ પાસેથી ભરણપોષણ મેળવ્યું ન હતું. કોર્ટે કહ્યું કે સંજોગો ગમે તેટલા ખરાબ હોય, છૂટાછેડા લેનારને ‘આશ્રિત’ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યુ નથી. તેથી, તે તેની માતા અને ભાઈ પાસેથી મિલકતોમાં હિસ્સો માંગી શકે નહીં.

બહેનો પરિવારનો ભાગ નથી – હાઈકોર્ટ

આ પહેલા કર્ણાટક હાઈકોર્ટે એક મહિલાની અરજીને ફગાવી દેતા ટિપ્પણી કરી હતી કે દીકરીઓ પરિવારનો ભાગ નથી અને તેથી તેના ભાઈના મૃત્યુ પછી તેને દયાના આધારે નોકરી મળી શકે નહીં. મહિલાનો ભાઈ વીજળી વિભાગમાં કામ કરતો હતો અને ફરજ પર જ તેનું મૃત્યુ થયું હતું. નિયમો અનુસાર પરિવારના સભ્યોની વ્યાખ્યા પહેલાથી જ નક્કી છે અને તેમાં બહેનોનો સમાવેશ થતો નથી. આ અર્થમાં, બહેનોને અનુકંપાભરી નોકરી મેળવવાનો કોઈ અધિકાર નથી.

આ પણ વાંચો:Anantnag attack/અનંતનાગ હુમલામાં ચાર જવાનોની શહીદીનું કારણ આવ્યું સામે, જાણો શું છે સત્ય!

આ પણ વાંચો:Haryana/નૂહ હિંસા કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય મામન ખાનની ધરપકડ

આ પણ વાંચો:નિવેદન/સનાતન પર વિવાદાસ્પદ ટીપ્પણી કરનાર ઉધયનિધિએ હવે હિન્દી ભાષા પર આપ્યું આ નિવેદન,અમિત શાહનના બયાન પર કરી ટિપ્પણી