વાર-પલટવાર/ રાહુલ ગાંધીના ડ્રગ્સ નિવેદન મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું….

ગુજરાતમાં આજે રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી,તેમણે રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય ડ્રગ્સનો એપી સેન્ટર બની ગયો છે.

Top Stories Gujarat
17 1 રાહુલ ગાંધીના ડ્રગ્સ નિવેદન મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યા આકરા પ્રહાર,જાણો શું કહ્યું....

ગુજરાતમાં આજે રાહુલ ગાંધીએ મુલાકાત લીધી હતી,તેમણે રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે રાજ્ય ડ્રગ્સનો એપી સેન્ટર બની ગયો છે. આ મામલે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પલટવાર કર્યો હતો અને  તેમણે કહ્યુ હતુ કે ડ્રગ્સ પકડવા માટે ગુજરાત પોલીસ ભારત પાકિસ્તાન બોર્ડર પર ગોળીબાર વચ્ચે આરોપીઓને ઝડપી રહી છે.તેમજ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.તેઓએ દાવો કર્યો કે છેલ્લા 11 મહિનામા ડ્રગ્સ કેસમાં 600 આરોપી પકડ્યા છે અને તેમાંથી કોઈને જામીન પણ અપાયા નથી.આખી દુનિયામાં ડ્રગ્સ પંજાબમાંસૌથી વધુ વેયા છે તે સૌ કોઈ જાણે છે તેમ કહીને આપ પર પણ કટાક્ષ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસે છેલ્લા એક વર્ષમાં કુલ 485 કેસમાં 763 આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 6 હજાર 4 કરોડ ૫૨ લાખ 24 હજારથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડ્યો.તેમણે કહ્યું કે  ગુજરાત બહાર મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, દિલ્હી જેવા રાજ્યોમાં પણ ડ્રગ્સ પકડ્યું છે. ડ્રગ્સ જેવા સામાજિક દુષણ સામે લડવાને બદલે રાજનીતિ કરીને કહેવાતા રાષ્ટ્રીય યુવા નેતાએ પાપ કર્યું છે. NCRBના 2021ના અહેવાલમાં કોંગ્રેસ શાસિત એક પણ રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સારી નથી.

ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, ગુજરાત પોલીસના અધિકારીઓએ ભિખારી, પાણીપુરીવાળા અને દૂધવાળા બનીને ડ્રગ્સ માફિયાઓને પકડ્યા છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ શાસન વખતે શાકભાજીની આડમાં ડ્રગ્સ વેચવાવાળા સલીમને ગુજરાત પોલીસે પકડ્યો છે.મુખ્યમંત્રીશ્ ભુપેન્દ્રભાઇ પટેલના માગદર્શન હેઠળ રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લઈ રહી છે અને આ ભગિરથ કાર્યમાં જનતાનો પણ વ્યાપક સહયોગ પણ મળી રહ્યૌ છે એટલેજ રાજ્યના યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબારને નાથવામાં અપ્રતિમ સફળતા મળી રહી છે