Viral Video/ એમએસ ધોનીએ ફરી ફેન્સનું દિલ જીત્યું, યુવા ક્રિકેટર સાથે બાઇક પર કરી સવારી: જુઓ Video

એમએસ ધોનીને તેના ચાહકો માટે ખાસ લગાવ છે અને તે હંમેશા તેમને ખુશ કરવા માટે કંઈકને કંઈક કરે છે.

Trending Sports
Mantavyanews 1 એમએસ ધોનીએ ફરી ફેન્સનું દિલ જીત્યું, યુવા ક્રિકેટર સાથે બાઇક પર કરી સવારી: જુઓ Video

ભારતીય ટીમના પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પણ હંમેશા ચર્ચાઓમાં રહે છે. એમએસ ધોનીને તેના ચાહકો માટે ખાસ લગાવ છે અને તે હંમેશા તેમને ખુશ કરવા માટે કંઈકને કંઈક કરે છે. ધોનીની દરિયાદીલીનો એક વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એવું લાગે છે કે ચાહકોને ખુશ કરવાની આ મોસમ છે કારણ કે એમએસ ધોનીએ ફરી એકવાર એક તેમના મનમોહક સ્વાભાવને કારણે ઇન્ટરનેટ પર છવાઈ ગયા છે. રાંચીના ક્રિકેટર તેની યામાહા RD350 બાઇક પર એક યુવાનને લિફ્ટ આપતા જોવા મળ્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના કેપ્ટને રાંચીની શેરીઓમાં ફરીને યુવા ચાહકોની ઈચ્છા પૂરી કરી.

ધોનીએ એક યુવા ક્રિકેટરને લિફ્ટ આપી

ઝારખંડ જાત્રા નામના હેન્ડલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે જે દરેક જગ્યાએ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ધોની તેનું ટ્રેનિંગ સેશન પૂરું કરીને યામાહા પર લોંગ ડ્રાઈવ પર જતો જોઈ શકાય છે. રસ્તામાં તે એક યુવા ક્રિકેટરને જતો જુએ છે. તેને જોઈને ધોની તરત જ બાઈક રોકે છે અને તેને પાછળ બેસાડીને લિફ્ટ આપે છે. ધોનીના આ એક્શનથી યુવા ખેલાડીનો દિવસ સારો બન્યો અને તે ઘણો ખુશ દેખાઈ રહ્યો હતો.

એમએસ ધોની ઘણીવાર રાંચીની સડકો પર જોવા મળે છે

એમએસ ધોનીએ તાજેતરમાં જ CSKને તેમનું પાંચમું IPL ટાઇટલ જીતવામાં મદદ કર્યા બાદ ઘૂંટણની સર્જરી કરાવી હતી. સર્જરી બાદ મહેન્દ્ર સિંહ ધોની ઘણીવાર તેના હોમટાઉન રાંચીમાં તેની લક્ઝુરિયસ કાર અને સ્પોર્ટ્સ બાઈક ચલાવતો જોવા મળ્યો છે. જો તેના ઘૂંટણની ઈજા તેને પરવાનગી આપે છે, તો આ પ્રભાવશાળી ખેલાડી આગામી આઈપીએલમાં એક્શનમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો: Attacke/ કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સુરક્ષીત નથી…!

આ પણ વાંચો: Hunter Biden Guilty/ અમેરિકાના રાષ્ટ્રપતિનો પુત્ર ‘હંટર’ આ આરોપમાં દોષિત જાહેર, બાઇડનની મુશ્કેલી વધી

આ પણ વાંચો: Report/ અંતરિક્ષમાં એલિયન્સ રહે છે!નાસાએ રિપોર્ટમાં કર્યો ચોંકાવનારો ખુલાસો