Not Set/ Asian Games : બોક્સિંગમાં અમિતના ગોલ્ડન પંચ બાદ બ્રીજ ઇવેન્ટમાં પણ ભારતને મળ્યો ગોલ્ડ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૪માં દિવસે ભારતના ખાતામાં વધુ બે ગોલ્ડ મેડલ આવ્યા છે. ભારતીય બોક્સર અમિત પંઘલે બોક્સિંગની ૪૯ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડન પંચ લગાવતા ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે. #AsianGames2018 : India's Amit Panghal wins gold medal in Men's 49 kg Boxing final. pic.twitter.com/MffzC5w1xx— ANI (@ANI) September 1, 2018 અમિત પંઘલ ઉપરાંત ભારતીય […]

Top Stories Trending Sports
Dl eSbfX4AAyb9v Asian Games : બોક્સિંગમાં અમિતના ગોલ્ડન પંચ બાદ બ્રીજ ઇવેન્ટમાં પણ ભારતને મળ્યો ગોલ્ડ

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સના ૧૪માં દિવસે ભારતના ખાતામાં વધુ બે ગોલ્ડ મેડલ આવ્યા છે. ભારતીય બોક્સર અમિત પંઘલે બોક્સિંગની ૪૯ કિગ્રા કેટેગરીમાં ગોલ્ડન પંચ લગાવતા ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મળી છે.

અમિત પંઘલ ઉપરાંત ભારતીય ખેલાડી પ્રણવ બર્ધન અને શિભનાથ સરકારની જોડીએ બ્રીજ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. આ સાથે જ ભારતના ખાતામાં ૧૫મો ગોલ્ડ મેડલ આવ્યો છે.

બોક્સિંગની ૪૯ કિગ્રા કેટેગરીની ફાઈનલમાં અમિત પંઘલે ઉજ્બેકિસ્તાનના વર્તમાન ઓલમ્પિક ચેમ્પિયન હસનબોય દુસમાં તોવને ૩-૨થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના ખાતામાં આવ્યા ૬૭ મેડલ

બીજી બાજુ અમિત પંઘલના આ મેડલ સાથે જ ભારતના ખાતામાં કુલ ૬૭ મેડલ આવી ચુક્યા છે, જે અત્યારસુધીમાં રમાયેલા એશિયન ગેમ્સમાં સૌથી વધુ છે. આ પહેલા ભારતે ૨૦૧૦માં રમાયેલા એશિયન ગેમ્સમાં કુલ ૬૫ મેડલ જીત્યા હતા.

સ્ક્વોશ અને મેન્સ હોકી ટીમ પાસેથી પણ મેડલની આશા 

એશિયન ગેમ્સના ૧૪માં દિવસે સ્ક્વોશ ગેમમાં ભારતીય મહિલા ટીમ ગોલ્ડ મેડલ પોતાનાં નામે કરવા માટે હોંગકોંગ સામે લડશે. આ મહિલા ટીમમાં જોશાના ચીન્નપા, દીપિકા પલ્લીકલ, સુનયના કુરુવીલા અને તન્વી ખન્ના છે. આ ટીમ પુલ Bમાં છે અને આજે ફાઈનલ માટે મજબૂત લડત આપશે.

આ ઉપરાંત શનિવારે ભારતીય પુરુષ હોકી ટીમનો મુકાબલો બ્રોન્ઝ મેડલ માટે પાકિસ્તાન ટીમ સાથે થશે. ત્યારે હવે ભારતના ખાતામાં હજી વધુ બે મેડલ આવવાની આશંકા જોવામાં આવી રહી છે.

૧૮માં એશિયન ખેલમાં અત્યાર સુધીમાં ભારતને કુલ ૬૭ મેડલ મળ્યા છે. આ મેડલમાં ૧૫ ગોલ્ડ, ૨૩ સિલ્વર અને ૨૯ બ્રોન્ઝ મેડલ ભારતીય ખેલાડીઓએ પોતાના નામે કર્યા છે. ભારત કુલ ૬૬ મેડલ સાથે આ યાદીમાં આઠમાં સ્થાન પર છે.