Not Set/ ફિલ્મ ‘કેદારનાથ’ વિવાદમાં, નિર્દેશક પર 16 કરોડની છેતરપિંડીનો આરોપ

મુંબઈ સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ ‘કેદારનાથ‘ છેલ્લા કેટલાક સમયથી વિવાદોનો સામનો કરી રહી છે, ત્યારે હવે આ ફિલ્મ વધુ એકવાર કાયદાની ગૂંચવણમાં ફસાઈ ગઈ છે. ફિલ્માં નિર્માતા પ્રેરણા અરોરા અને નિર્દેશક અભિષેક કપૂર પર 16 કરોડ રૂપિયાનું ફ્રોડ કારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પદ્મા ફિલ્મ્સના અનિલ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે, ક્રીઆર્જ એન્ટરટેનમેંટે તેમના સાથે […]

Trending Entertainment
oo ફિલ્મ 'કેદારનાથ' વિવાદમાં, નિર્દેશક પર 16 કરોડની છેતરપિંડીનો આરોપ

મુંબઈ

સુશાંત સિંહ રાજપૂત અને સારા અલી ખાનની ફિલ્મ કેદારનાથ‘ છેલ્લા કેટલાક સમયથી વિવાદોનો સામનો કરી રહી છે, ત્યારે હવે આ ફિલ્મ વધુ એકવાર કાયદાની ગૂંચવણમાં ફસાઈ ગઈ છે. ફિલ્માં નિર્માતા પ્રેરણા અરોરા અને નિર્દેશક અભિષેક કપૂર પર 16 કરોડ રૂપિયાનું ફ્રોડ કારવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પદ્મા ફિલ્મ્સના અનિલ ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કેક્રીઆર્જ એન્ટરટેનમેંટે તેમના સાથે 16 કરોડની છેતરપિંડી કરી છે. પ્રેરણા અરોરા સામે FIR દાખલ કરવામાં આવી છે તેમજ તેઓ સામે IPCની કલમ 420, 467, 120b, 34 ના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.

બીજી બાજુ ક્રીઆર્જ એન્ટરટેનમેંટે આ આરોપોને ખોટા જણાવતા એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “પદ્માના અનિલ ગુપ્તાની આ ખોટી ફરિયાદના કારણે અમે હેરાન થઇ રહ્યા છીએ. છેતરપિંડી જેવા ખોટા આક્ષેપો કરીને અનિલ અમને આશ્ચર્યમાં મુક્યા છે. અનિલ કે તેના સિવાય કોઈ પણ પાર્ટી દ્રારા ક્રીઆર્જમાં ઇન્વેસ્ટમેંટ દ્વારા કરાયેલા રોકાણની ધનરાશીને કોર્ટ દ્રારા સેટેલ કરી ચૂકવામાં આવ્યું છે. ત્યાર પછી ક્રીઆર્જ કે તેના નિર્દેશના સામે કોઈ પણ કેસ નથી બનતો.

આપને જણાવી દઈએ કેમુવી કેદારનાથ આ પહેલા પણ વિવાદોમાં રહી હતી. ફેબ્રુઆરીમાં ક્રીઆર્જ એન્ટરટેનમેંટના નિર્દેશક અભિષેક કપૂર પર આરોપ લગાવામાં આવ્યા હતા કે“તેઓએ સમયથી ફિલ્મનું પ્રોડક્શન કર્યું નથી અને તેમનો મિજાજ અનપ્રોફેશનલ છે. અભિષેક કપૂરના પ્રોડક્શન હાઉસ GITS (a guy in the sky pictures) દ્રારા ફેલાવામાં આવેલ માહિતી ખોટી અને પાયાવિહોણી છે. GITS એ પોતાનું કામ સારી રીતે કર્યું નથી. ફિલ્મના પ્રોડક્શનમાં ઘણો સમય લગાડવામાં આવ્યો છે. GITSના કારણે મુવીને પહેલાથી જ નુકશાન ભોગવું પડ્યું હતું.