ગૌરવ/ સાબરકાંઠાનાં જાંબુડી ગામમાં એક એવા વાંસળી વાદક છે જેમની પાસે બે ફેફસાં નથી છતાંય…..

આ વાંસળી વાદક વૃક્ષ મંદિર બનાવવાના કામની વેગ આપી રહ્યા છે તેમજ જાંબુડી ગામનાં ભૂલકાઓને સંગીત પ્રત્યે જે કોઈને લગાવ હોય તેને મફતમાં વાંસળી શીખવાડી રહ્યા છે.

Gujarat Others Trending
વાંસળી

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાનાં જાંબુડી ગામનાં નિવૃત કર્મચારીએ સેવા નિવૃત્ત થયા બાદ એક જ ફેફસા હોવા છતાં વાંસળી વાદક તરીકે પ્રખ્યાત બની ગામના બાળકો યુવાનો માટે પ્રેરણાદાયક બની રહ્યા છે.

સાબરકાંઠાનાં હિંમતનગરનાં જાંબુડી ગામનાં હસમુખભાઈ પટેલ પાટણ યુનિવર્સિટીમાં કર્મચારી તરીકે નિવૃત્ત થયા બાદ એક નવા જીવનની શરૂઆત કરી છે. સંગીતનો શોખ પહેલેથી હતો જોકે અઢાર વર્ષની ઉંમરે તેમનું જમણું ફેફસું દૂર કરાયા બાદ માત્ર એક જ ફેફસા સાથે નોકરીની ભાગદોડ કરવાની અને સાથોસાથ પોતાનો શોખ પૂરો કરવાનો એ એક પડકારરૂપ હતું. નિવૃત્તિ બાદ ૩૨ જેટલી વાંસળીઓ થકી અલગ અલગ સંગીત રેલાવી રહ્યા છે. હસમુખભાઈ પટેલ હાલમાં નોકરીમાંથી રિટાયર થયા બાદ પોતાના ગામમાં જ રહેવાનું પસંદ કર્યું છે. તેમજ પ્રકૃતિએ આપેલી અણમોલ ભેટ એટલે કે માનવ શરીર તેમજ પ્રાણવાયુ કેટલો કિંમતી છે તેની કદર અને કિંમત જાણે છે.

વાંસળી

હાલમાં તેઓ સ્વાધ્યાયની સાથોસાથ વૃક્ષ મંદિર બનાવવાના કામની વેગ આપી રહ્યા છે તેમજ જાંબુડી ગામનાં ભૂલકાઓને સંગીત પ્રત્યે જે કોઈને લગાવ હોય તેને મફતમાં વાંસળી શીખવાડી રહ્યા છે. હસમુખભાઈ પટેલ સમગ્ર પંથકમાં વાંસળી વાદક તરીકે પ્રખ્યાત બની રહ્યા છે. માત્ર એક જ ફેફસા હોવા છતાં આલ્હાદક સુર રેલાવે આવે છે. જે કોઈપણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરવા સમર્થ છે. જોકે એક ફેફસું ન હોવા છતાં વાંસળી વગાડતા હોય તેવો ગુજરાતના પ્રથમ વ્યક્તિ છે. તેમના વાંસળીનાં સૂર સાંભળીને ક્યારેય અહેસાસ ન થઈ શકે કે આ સુર માત્ર એક જ ફેફસા આધારિત છે. મોટાભાગે વાંસળી વગાડવા માટે બંને ફેફસા હોવા જરૂરી છે અને તે પણ મજબૂત ફેફસા હોય તો જ શ્રેષ્ઠ રીતે વાંસળી વગાડી શકાય પરંતુ ‘અડગ મનનાં માનવીને હિમાલય પણ નડતો નથી’ એ ઉક્તિ અનુસાર હસમુખભાઈ પટેલ પોતાની રુચિ અને નિવૃત્ત જીવનમાં પણ કંઇક શ્રેષ્ઠ કરી બતાવવાની ખેવનાને પગલે આજે સમગ્ર વિસ્તારમાં લોકપ્રિયતા

વાંસળી

મેળવી છે. સાથોસાથ સ્થાનિક ગ્રામજનો માટે પણ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે. આગામી પેઢી પણ સંગીત પ્રત્યે અભિરુચિ ધરાવનારી થાય તે માટે ગામના બાળકોને પણ તેઓ વિનામૂલ્યે વાંસળી શીખવાડી રહ્યા છે.

આ પણ વાંચો :  ગંભીર સમસ્યા : અમદાવાદ સ્માર્ટસિટી કે ભૂવાનગરી?