Not Set/ વેરાવળમાં 7 વર્ષ ની બાળકી પર દુષ્કર્મ, નરાધમને પોલિસ લીધો સકંજામાં

વેરાવળ માં સભ્ય સમાજ ને સ્તબ્ધ કરી દેતી અતિ ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. સાત વર્ષ ની બાળા ને એક 22 વર્ષીય નરાધમ યુવકે વાસના નો શિકાર બનાવી છે. પોલીસ ના જણાવ્યા મુજબ સગીરા માતા સાથે બાળા ગઈ હતી જ્યાં બાળા અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે આરોપી યુવકે સગીરા ને તેની માતા પાસે લઈ […]

Gujarat Others
rape વેરાવળમાં 7 વર્ષ ની બાળકી પર દુષ્કર્મ, નરાધમને પોલિસ લીધો સકંજામાં

વેરાવળ માં સભ્ય સમાજ ને સ્તબ્ધ કરી દેતી અતિ ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. સાત વર્ષ ની બાળા ને એક 22 વર્ષીય નરાધમ યુવકે વાસના નો શિકાર બનાવી છે. પોલીસ ના જણાવ્યા મુજબ સગીરા માતા સાથે બાળા ગઈ હતી જ્યાં બાળા અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે આરોપી યુવકે સગીરા ને તેની માતા પાસે લઈ જવા નું કહી બાજુ ની બિલ્ડીંગ ના અગાસી ના ભાગે લઇ ગયેલ જ્યાં બાળા ને થપ્પડ મારી અગાસી પર થી નીચે ફેંકી દેવા ની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું.

રાત્રી ના જે જગ્યા એ બાળા રમતી હતી તે જગ્યા એ મળી ન આવતા તેની માતા એ શોધખોળ આદરી હતી દરમિયાન બનાવ વાળી બિલ્ડીંગ માં બાળા રડતી હાલત માં મળી આવી હતી અને બાળા એ તેની સાથે થયેલ કૃત્ય ની માતા ને જાણ કરતાં પ્રથમ વેરાવળ બાદ જૂનાગઢ સરકારી હોસ્પિટલમાં બાળા ને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

સમગ્ર ઘટના અંગે ભોગ બનનાર બાળા ની માતા ની ફરિયાદ આધારે વેરાવળ પોલીસે આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરયૌ હતો પોલીસે આરોપી યુવક વિરુદ્ધ આઇ.પી.સી 376 ab,377, 506(2) તેમજ પોસ્કો એકટ ની કલમ 3a, 4,5(m),5(i),6 મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી આરોપી ની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે નાની ફૂલ જેવી બાળા ને હવસ નો શિકાર બનાવનાર સામે ચોમેર ફિટકાર સાથે સભ્ય સમાજ ઘટના ના પગલે સ્તબ્ધ બન્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.