બનાસકાંઠા/ વિકાસને ઝંખતા આ સરહદી જિલ્લાએ પશુપાલન થકી સર્જી શ્વેતક્રાંતિ

બનાસકાંઠા ના તમામ ગામડા ની મહિલાઓ સક્ષમ છે. શ્વેતકાન્તિ થી લાખો ની આવક મેળવી શિક્ષણ અને સામાજિક વિકાસ માં પણ યોગદાન આપી રહી છે. જિલ્લા માં શ્વેતકાન્તિ થી બનાસ ડેરી અને રાજ્ય સરકાર ના આર્થિક સ્પોટ થી વિકાસ ની હરણફાળ ને વેગ મળ્યો છે.

Top Stories Gujarat Others
બનાસકાંઠા ના તમામ ગામડા ની મહિલાઓ સક્ષમ છે. શ્વેતકાન્તિની થી લાખો ની આવક મેળવી શિક્ષણ અને સામાજિક વિકાસ માં પણ

સરહદી બનાસકાંઠા જિલ્લો શિક્ષણ ક્ષેત્રે પછાત હોવાથી વિકાસની કોઈ ખાસ તક પ્રાપ્ત થઈ નહોતી. પણ જિલ્લો ખેતી અને પશુપાલન થકી આગળ વધ્યો છે. બનાસકાંઠા જીલ્લામાં શ્વેતકાન્તિની શરૂઆત 1967 માં થઈ હતી.  8 મંડળી દ્વારા દૂધ લેવાની શરૂઆતી પાયો નખાયો હતો. જે આજે બનાસ ડેરી ની 2 હજાર મંડળીઓ વટ વૃક્ષ બની ને આગળ વધી રહી છે.

શરૂઆત માં 8 મંડળી પેકી 200 લીટર દૂધ ની આવક હતી જે આજે દિવસ ના 80 લાખ લીટર ને આંબી છે. દૂધ ડેરી થકી અનેક પશુપાલકના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. આજે જિલ્લામાં દર 15 દિવસે ઘણા પશુપાલક લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે. જેના થકી સામાજિક અને આર્થિક સધ્ધરતા તરફ જઈ રહ્યા છે. દર પદર દિવસે મળતા નાણાં થી અનેક પશુપાલકના ઘરે અનેક નાના મોટા સાધનો આવ્યા છે.  સમગ્ર પશુપાલનના વ્યવસાયને ગામડા માં 24 કલાક લાઈટ મળતા વધારો થયો છે.

બીજી તરફ રાજ્ય સરકારે પણ અનેક યોજના થકી પશુપાલકો ને સધ્ધર બનાવવા પ્રયત્ન કર્યા છે.  અનેક યોજનામાં સબસીડી આપી ને પશુઓ ખરીદવા પશુઓ માટે તબેલા બનાવવા અને પશુઓ ની સારવાર અર્થે ડોકટરની ટિમની પણ સેવાઓ આપી છે.

બનાસ ડેરી (બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ, પાલનપુર)એ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલી ભારત તેમજ દૂધના ઉત્પાદનમાં એશિયાની મોટામાં મોટી ડેરી છે. તેની સ્થાપના ઇ.સ. ૧૯૬૯ માં ગુજરાત સહકારી મંડળી (કો–ઑપરેટિવ સોસાયટી)ના કાયદા ૧૯૬૧ મુજબ રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ-એન.ડી.ડી.બી.)ની સહાયતાથી ઓપરેશન ફ્લડ હેઠળ થઇ હતી. બનાસ ડેરીની સ્થાપનામાં ગલબાભાઈ નાનજીભાઈ પટેલ નો મુખ્ય ફાળો હતો.

બનાસ ડેરી દ્વારા સતત ડેરી માં દૂધ લેવાનું ચાલુ રહે એ પણ આયોજન વિશેષ રહ્યું છે. બનાસકાંઠા ની તમામ દૂધ મંડળીમાં કોરોનાકાળમાં પણ દૂધ લેવાનું ચાલુ જ રખાયું હતું. બનાસ ડેરી એ  ગામડે મોટી ટાકીમાં દૂધ ને ઠંડુ રાખવાની વ્યવસ્થા કરી છે. બનાસ ડેરી એ શ્વેતકાન્તિ ને લઈ ને મોટી ડેરીઓ બનાવી છે.  જેના થકી અનેક લોકોને રોજગાર મળી રહે છે. સાથોસાથ હજારો ટેન્કર દ્વારા દૂધ પહોંચાડવામાં આવી રહ્યું છે.

3જી ઓક્ટોબર 1966ના રોજ વડગામ અને પાલનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરની 8 દૂધ મંડળીનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને તે દ્વારા એકત્ર થયેલું દૂધ મહેસાણા સ્થિત દૂધસાગર ડેરીને મોકલવાનું શરુ કર્યું. આમ, દૂધસાગર સાથે બનાસ ડેરીનો કાયમી ઋણાનુબંધ રહેશે. બનાસ ડેરીના આદ્યસ્થાપક ગલબાભાઈ વિઝનરી લીડર હતાં. તેમની કાર્યશૈલી અંગે તેમના અનુગામી દલુભાઈ દેસાઈએ નોંધ્યું છે કે, ‘‘ગલબાભાઈએ બનાસ ડેરીની સ્થાપના કરી, એટલું જ નહીં પરંતુ ડેરીના વિકાસમાં તેમણે જિલ્લાના ખૂણે-ખૂણે ફરીને ખેડૂતોને દૂધ ઉત્પાદન મંડળી રચવા પ્રેરણા આપી અને એના પરિશ્રમના ફળસ્વરુપે આજે જોઈ રહ્યાં છીએ કે બનાસ ડેરીના પાયાના સાધન વિકસી રહ્યાં છે.’’  બનાસકાંઠાના જગાણા ગામ નજીક બનાસ ડેરી માટે 122 એકર જમીન સંપાદિત કરવામાં આવી હતી. જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના આદ્યસ્થાપક ગલબાભાઈના હસ્તે 14 જાન્યુઆરી 1971ના રોજ બનાસ ડેરીના પ્લાન્ટનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.  7મે, 1971ના રોજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ(NDDB)ના ઓપરેશન ફ્લડ પ્રોગ્રામ અંતર્ગત બનાસ ડેરીનો પાયલોટ ચિલિંગ પ્લાન્ટ કાર્યરત થયો. પ્રથમ પ્લાન્ટની મિલ્ક પ્રોસેસિંગ કેપેસિટી 4 લાખ લીટર પ્રતિદિનની હતી. આમ, ગલબભાઈના અથાગ પ્રયાસ, પરિશ્રમ, ખેડૂતો પ્રત્યેની નિષ્ઠા, ડેરીના વિકાસ માટે સમર્પણ અને પ્રતિબદ્ધ નેતૃત્વને કારણે બનાસ ડેરીની શ્વેતધારા વહેતી થઈ હતી. તેમણે ખેડૂતોનો વિશ્વાસ જીત્યો હતો. એટલે જ આજે બનાસ ડેરી ભારતની સૌથી અગ્રસ્થાન ધરાવતી સંસ્થા બની છે.  બનાસ ડેરી સ્ટેપ-બાય-સ્ટેપ જરૂરી સંસાધન વિકસાવી રહી હતી.

આમ બનાસ ડેરી ના ચેરમેનની અગમ સુઝ ના કારણે જિલ્લો શ્વેતકાતી તરફ દોટ મૂકી રહ્યો છે સરહદી તાલુકા માં પાણી ના તળ ઉડે જતા ખેડૂતો પશુપાલન તરફ વળ્યા છે. આજે બનાસકાંઠા માં દરેક ખેડૂત પાસે 10 થી 70 આસપાસ પશુઓ છે. તો ક્યાંક પશુપાલક 100 કરતા વધુ પશુપાલક રાખે છે. અને વર્ષે અંદાજે 80 લાખ કરતા વધુ આવક ડેરી ઉધોગ માંથી મેળવે છે. થોડાક વર્ષો પહેલા ધર ની આવક માત્ર ને માત્ર ખેતી ની આવક પર જ નિર્ભર હતી. પણ આજે બનાસકાંઠા ની મહિલાઓ શ્વેતકાન્તિથી લાખો ની આવક મેળવી રહી છે અને આધુનિક જીવન જીવી રહ્યા છે દરેક પરિસ્થિતિ નો સામનો કરવા આજે બનાસકાંઠા ના તમામ ગામડા ની મહિલાઓ સક્ષમ છે. શ્વેતકાન્તિ થી લાખો ની આવક મેળવી શિક્ષણ અને સામાજિક વિકાસ માં પણ યોગદાન આપી રહી છે. જિલ્લા માં શ્વેતકાન્તિ થી બનાસ ડેરી અને રાજ્ય સરકાર ના આર્થિક સ્પોટ થી વિકાસ ની હરણફાળ ને વેગ મળ્યો છે.

આસ્થા / ઘરની બહાર નીકળતી વખતે રાખો આ  બાબતોનું ધ્યાન, મા લક્ષ્મીની કૃપાથી થશે ધનનો વરસાદ