covid-19-virus/ ચીનમાં કોરોના વિસ્ફોટ ભારતમાં ફફડાટ, જાણો ગુજરાતમાં કેટલા કેસ

છેલ્લા બે વર્ષથી કોરોનાનો કહેર સૌએ જોયો છે. લોકડાઉન અને સરકારની ગાઈડલાઈન વચ્ચે રહીને લોકોએ બે વર્ષ વિતાવ્યા છે. ત્યારે દૂર થયેલી કોરોનાની લહેર ફરીવાર દેખાડો દઈ રહી છે.

Top Stories Ahmedabad Gujarat
કોરોના

ચીનમાં કોરોનાએ ફરી તેના કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે આવામાં ગુજરાતમાં કોરોના કેસ કેટલા છે તેના પણ નજર કરીએ તો હાલ સરકારના ચોપડે કુલ 20 કેસ એક્ટીવ છે.

જો ગઈ કાલની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મંગળવારે કોવિડ -19 ના બે કેસ નોંધાયા હતા, જ્યારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દૈનિક ધોરણે તમામ પોઝિટિવ કેસના નમૂનાઓનો ક્રમ આપવા માટે એડવાઇઝરી જારી કરી હતી.મંગળવારે રાજ્યમાં નોંધાયેલા બે કેસમાંથી એક અમદાવાદ શહેરનો અને બીજો બનાસકાંઠાનો હતો.

જાણો ગુજરાતમાં ક્યાં કેટલા કેસ…

  • અમદાવાદ 6 
  • બનાસકાંઠા 1 
  • ભાવનગર 1 
  • ગાંધીનગર 1
  • જામનગર 1
  • જુનાગઢ 1
  • પંચમહાલ 2 
  • વડોદરા 5
  • વલસાડ 2 

સમગ્ર વિશ્વમાં કોરનાનો કહેર ફરીથી વર્તાવા માંડ્યો છે. ચીન સહિત જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. કોરોના પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ ચીનમાં સ્થિતિ વણસી છે. અહીં હોસ્પિટલોની બહાર  સંક્રમિતોની લાંબી લાઈનો લાગી છે. બેડ અને દવાઓ વિના દર્દીઓ તડપી રહ્યાં છે. ત્યારે  કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરશે.

ચીનમાં હાલત એટલી ખરાબ થઈ છે કે, નિષ્ણાંતો કંઈ કરી શકવાની હાલતમાં દેખાતા નથી. બીજી બાજૂ, ચીનના ટોચના મહામારી વિજ્ઞાની અને સ્વાસ્થ્ય અર્થશાસ્ત્રી એરિક ફેગલ-ડિંગે એ અનુમાન લગાવ્યું છે, જે દુનિયા માટે ખૂબ જ ડરામણું છે, તેમનું કહેવું છે કે, આગામી 90 દિવસમાં ચીનની હાલત કોરોનાથી ભયંકર થઈ જશે. અહીં 60 ટકાથી વધારે લોકો અને દુનિયાના 10 ટકા જનતા કોરોનાથી સંક્રમિત થઈ શકે છે.

જણાવી દઈએ કે સોમવારે ચીનના સ્વાસ્થ્ય અધિકારીઓએ કોવિડ-19 સંક્રમણને કારણે 2 લોકોના મોતની જાહેરાત કરી હતી. દેશમાં ‘ઝીરો-કોવિડ’ નીતિ હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણોમાં છૂટછાટ બાદ કોરોના વાયરસના ચેપમાં જંગલી વધારો વચ્ચે તાજેતરના અઠવાડિયામાં આ વાયરસના કારણે મૃત્યુની આ માહિતી છે. જો કે, ઘણા બિનસત્તાવાર અહેવાલોમાં, કોવિડ -19 સંક્રમિતના સંબંધીઓ અને અંતિમ સંસ્કારના કામમાં જોડાયેલા લોકોને ટાંકીને, મૃત્યુમાં વધારો થવાની વાત કરવામાં આવી છે. જ્યારે સોમવારના બે મૃત્યુ પહેલા, ચીને 4 ડિસેમ્બરે કોવિડ -19 થી કોઈ મૃત્યુની જાણ કરી ન હતી.

આ પણ વાંચો:કોંગ્રેસનો વળતો પ્રહાર: શું પીએમ મોદીએ ગુજરાતની ચૂંટણીમાં કોવિડ પ્રોટોકોલનું પાલન કર્યું હતું?

આ પણ વાંચો:કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રા મોકૂફ રાખવાની કરી અપીલ, જાણો કારણ

આ પણ વાંચો: રાજસ્થાનથી નીકળી રાહુલ ગાંધીની યાત્રા, સમાપ્ત થયો કોંગ્રેસનો ‘સૌથી મોટો ભય’