કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પત્ર લખીને વિનંતી કરી છે કે તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ માર્ગદર્શિકાનું પાલન કરે નહીં તો દેશના હિતમાં યાત્રાને સ્થગિત કરે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને માસ્ક-સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ.
રાજસ્થાનના કેટલાક સાંસદોના નામનો ઉલ્લેખ કરતાં, આરોગ્ય મંત્રી માંડવિયાએ તેમના પત્રમાં લખ્યું છે કે આ સાંસદોએ રાજસ્થાનમાં ચાલી રહેલી ભારત જોડો યાત્રાથી કોવિડ મહામારીને લઈને તેમની ચિંતા વ્યક્ત કરી છે. સ્વાસ્થ્ય મંત્રીએ રાહુલ ગાંધીને બે વિનંતી કરી છે. ભારત જોડો યાત્રામાં કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ. તે સુનિશ્ચિત કરવું જોઈએ કે માત્ર કોવિડ રસીવાળા લોકો જ યાત્રામાં ભાગ લે.
આ સાથે આરોગ્ય મંત્રીએ એમ પણ કહ્યું કે, જો કોવિડના આ પ્રોટોકોલનું પાલન કરવું શક્ય ન હોય તો, જાહેર આરોગ્યની કટોકટીને ધ્યાનમાં રાખીને અને દેશહિતમાં કોરોના મહામારીથી બચાવવા માટે ભારત જોડો યાત્રાને સ્થગિત કરો.
केंद्रीय स्वास्थ्य मंत्री मनसुख मंडाविया ने कांग्रेस सांसद राहुल गांधी और राजस्थान के मुख्यमंत्री अशोक गहलोत को पत्र लिखा। पत्र में कहा गया है कि भारत जोड़ो यात्रा के दौरान कोविड दिशा-निर्देशों का सख्ती से पालन किया जाए और मास्क-सैनिटाइजर का उपयोग लागू किया जाए। pic.twitter.com/eqiJkiaGR0
— ANI_HindiNews (@AHindinews) December 21, 2022
આ પણ વાંચો: રાજસ્થાનથી નીકળી રાહુલ ગાંધીની યાત્રા, સમાપ્ત થયો કોંગ્રેસનો ‘સૌથી મોટો ભય’
આ પણ વાંચો:ચીનમાં કોરોના વકરતા ભારતની ડાયગ્નોસ્ટિક કંપનીઓના શેરોમાં તેજી
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાત કરી
