Gujarat-Valsad/ CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર

CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે. આજની વલસાડ મુલાકાત દરમ્યાન તેઓ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરશે.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 12T111248.186 CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે, ઉમેદવારના સમર્થનમાં કરશે પ્રચાર

ગુજરાત : CM ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વલસાડ જિલ્લાની મુલાકાતે છે. આજની વલસાડ મુલાકાત દરમ્યાન તેઓ ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરશે તેમજ બુદ્ધિજીવીઓ અને લોકપ્રતિનિધિઓ સાથે બેઠક કરશે. CM ભૂપેન્દ્ર પટેલ લોકસભા ચૂંટણી સંદર્ભે વલસાડ જિલ્લાની મુલાકાત દરમ્યાન મતદારો સાથે પણ મુલાકાત કરી શકે છે. વાપીમાં ભાજપના લોકસભાના ઉમેદવાર ધવલ પટેલના સમર્થન માટે જિલ્લાના લોક પ્રતિનિધિઓ અને બુદ્ધિજીવીઓ સાથે CM ભૂપેન્દ્ર પટેલની ખાસ બેઠક થશે જેમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

વલસાડ મુલાકાત દરમ્યાન CM ભૂપેન્દ્રભાઈ પટેલ નગરપાલિકા, ગ્રામ પંચાયતો નગરપાલિકા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની સાથે આ વિસ્તારના જાણીતા મતદારો સાથે પણ મુલાકાત કરશે. આ પ્રસંગે રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ સાથે જિલ્લા ભાજપના અગ્રણીઓ પણ ઊપસ્થિત રહેશે. વાપીની અનાવિલ સમાજની વાડીમાં ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે તેમાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના અન્ય નેતાઓ પણ હાજરી આપશે.

મહત્વનું છે કે CM ભૂપેન્દ્રભાઈ પટેલ વલસાડ જીલ્લાનો ખાસ સંબંધ રહ્યો છે. રજનીકાંત પટેલ વલસાડની પોલિટેકનિક કોલેજમાં હોવાથી તેમનો બાળપણનો સમય વલસાડ શહેરમાં પસાર થયો. તેઓ શહેરના વાણિયવાડ વિસ્તારમાં રહેતા હતા. બાળપણના સમયમાં વાણિયાવાડની ગલીઓમાં જ તેઓ ક્રિકેટ અને ગીલ્લી દંડા જેવી રમતો રમ્યા હતા. તેમનું પ્રાથમિક શિક્ષણ આ વિસ્તારની કોઠારી શાળામાં થયું હતું. આજે જ્યારે તેઓ મુખ્યમંત્રી છે ત્યારે શહેરના લોકોને તેમના પર ગર્વ છે અને જ્યારે પણ તેમનું આગમન થાય છે ત્યારે ઉત્સાહની આવકાર આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં આજે તેઓ ઉમદેવારના સમર્થનમાં પ્રચાર કરવા સાથે એક ખાસ પ્રસંગમાં હાજરી આપશે અને નેતાઓ સાથે બેઠક કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના