Not Set/ માળીયા કેનાલમાં પડી મોટી તિરાડ, કેનાલ બંધ થતાં ખેડૂતો પરેશાન

હળવદ. 22 જુલાઈ 2018. મળતી માહિતી મુજબ હળવદના આવેલી માળિયા કેનાલમાં મોટી તિરાડ પાડવાના સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તિરાડ પડતા માળિયા કેનાલ બંધ કરવી પડી છે. જેના પગલે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હળવદના રણમલપુર ગામ પાસે લગભગ અઠવાડિયા પહેલા આ કેનાલનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. આ કેનાલ […]

Top Stories Gujarat Others
kenal gabdu Hadwad માળીયા કેનાલમાં પડી મોટી તિરાડ, કેનાલ બંધ થતાં ખેડૂતો પરેશાન

હળવદ.
22 જુલાઈ 2018.

મળતી માહિતી મુજબ હળવદના આવેલી માળિયા કેનાલમાં મોટી તિરાડ પાડવાના સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તિરાડ પડતા માળિયા કેનાલ બંધ કરવી પડી છે. જેના પગલે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હળવદના રણમલપુર ગામ પાસે લગભગ અઠવાડિયા પહેલા આ કેનાલનું રીપેરીંગ કરવામાં આવ્યું હતું. આ કેનાલ સામરકામ કર્યા બાદ આજથી બે દિવસ પહેલા જ ચાલુ કરવામાં આવી હતી.જયારે હવે અઠવાડિયા પછી જ આ માળિયા કેનાલમાં તિરાડ પડી આવી છે. જેના કારણે હવે કેનાલને બંધ કરવી પડી છે. આ કેનાલની મારફતે ખેડૂતોને પાણી મળી રહેતું હતું. હવે કેનાલ બંધ થવાના કારણે ખેડૂતોને ખેતરમાં પાકને પાણી આપવામાં મુશ્કેલી થઇ રહી છે.

જેમ કે કાર્યવાહી કરતા તંત્ર દ્વારા માળિયા કેનાલને જેસીબી મશીન જોડે બંધ કરવાનો પ્રયાસ આદરવામાં આવ્યો હતો. જો કે જેસીબી દ્વારા કેનાલની તિરાડ બંધ કરતા તરાજી અટકી છે.

જો કે એક વાત સ્પષ્ટ છે કે આ ઘટનાને કારણે અઠવાડિયા પહેલા કરવામાં આવેલા સમારકામના ભ્રષ્ટાચારી એન્જીનીયરોની પોલ ખુલી ગઈ છે. આ ભ્રષ્ટાચારની તપાસ લીંબડી અને ધ્રાંગધ્રાના અધિકારીઓને સોંપવામાં આવી છે.