Not Set/ ઝારખંડમાં કડક સુરક્ષા વચ્ચે ચોથા તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ વોટર્સને કરી આ અપીલ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં ચોથા તબક્કાની 15 બેઠકો પર આજે મતદાન શરૂ થઇ ગયુ છે. ચોથા તબક્કાની 15 બેઠકો માટે કુલ 221 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન માટે સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવી છે. ઝારખંડમાં મતદાનનાં કુલ પાંચ તબક્કાઓ છે. Fourth phase of polling begins in Jharkhand for 15 Assembly seatsRead @ANI Story |https://t.co/EU7LD9Cy7n pic.twitter.com/UX7FcP4MFY— […]

Top Stories India
Jharkhand votting ઝારખંડમાં કડક સુરક્ષા વચ્ચે ચોથા તબક્કાનું મતદાન શરૂ, PM મોદીએ વોટર્સને કરી આ અપીલ

ઝારખંડ વિધાનસભા ચૂંટણીનાં ચોથા તબક્કાની 15 બેઠકો પર આજે મતદાન શરૂ થઇ ગયુ છે. ચોથા તબક્કાની 15 બેઠકો માટે કુલ 221 ઉમેદવારો મેદાનમાં છે. મતદાન માટે સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવી દેવામાં આવી છે. ઝારખંડમાં મતદાનનાં કુલ પાંચ તબક્કાઓ છે.

ચોથા તબક્કામાં રાજ્યનાં ચાર જિલ્લાઓની 15 બેઠકો પર મતદાન થવાનુ છે, જેમા દેવઘર (સુ), જમુઆ (સુ), ચંદનકિયારી (સુ), મધુપુર, બગોદર, ગાંડે, ગિરિડીહ, ડુમરી, બોકારો, સિંદ્રી, નિરસા, ધનબાદ, ઝારિયા, ટુંડી અને બાઘમારા સામેલ છે. 23 ડિસેમ્બરે ચૂંટણીનાં પરિણામો જાહેર કરવામાં આવશે. ઝારિયા બેઠક પર સીધી હરિફાઇ એક જ પરિવારની બે મહિલાઓ વચ્ચે જોવા મળી શકે છે, જ્યાં ભાજપે રાગિનીસિંહને તેમના ઉમેદવાર બનાવ્યા છે. આ સાથે જ કોંગ્રેસે પૂર્ણિમા નીરજ સિંહને ટિકિટ આપી છે.

પીએમ મોદીએ લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે ઝારખંડમાં ચોથા તબક્કાનું મતદાન છે, તમને સૌને નિવેદન છે કે તમારો મત આપો અને લોકશાહીનાં પવિત્ર ઉત્સવમાં ભાગ લો.

ઝારખંડનાં મુખ્યમંત્રી રઘુબર દાસે પણ મતદારોને મત આપવા અનુરોધ કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, ‘આજે તમને દરેકને અપીલ છે કે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે જાઓ, તમારો દરેક મત ભ્રષ્ટાચાર અને પરિવારવાદનો અંત લાવશે’. રઘુબર દાસે વધુમાં કહ્યું કે, ‘માતા-બહેનોને ઝારખંડનાં ઉજ્જવળ ભવિષ્ય માટે મત આપવા અપીલ છે. આજે મત આપવા જવું પડશે. તમારો એક મત મહિલાઓને સશક્ત બનાવશે. ઝારખંડનાં વિકાસમાં તમારો મત નોંધપાત્ર ફાળો આપશે.

આપને જણાવી દઈએ કે, ચોથા તબક્કાની ચૂંટણીમાં, કુલ 47,85,009 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. અહીં 25,40,794 પુરુષ, 22,44,134 સ્ત્રી અને 81 તૃતીય લિંગ મતદાતાઓ છે. આ સિવાય અહીં 80 વર્ષથી વધુ ઉંમરનાં, 34,106 અને, 66,312 દિવ્યાંગ મતદાતાઓ છે. આ તબક્કામાં કુલ 6101 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે, જેમાંથી 1133 અત્યંત સંવેદનશીલ અને 3070 સંવેદનશીલ છે. 1805 મતદાન મથકો શહેરી વિસ્તારોમાં અને 4296 ગ્રામીણ વિસ્તારોમાં આવેલા છે. આ તમામ મતદાન મથકો 3962 મતદાન કેન્દ્ર ભવનોમાં સ્થિત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.