Not Set/ ઉત્તર પ્રદેશની કોર્ટે ડોકટરોને ખરાબ હેન્ડરાઈટીંગ માટે 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો

ડોક્ટર અને ખરાબ હેન્ડરાઈટીંગ એ એક સિક્કાની બે બાજુ જેવા છે અને એમાં કઈ નવી વાત પણ નથી પરંતુ ઉત્તર પ્રદેશની કોર્ટે એક ચુકાદો આપીને આ વાતને એક અલગ સ્તરે લાવી દીધી છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉં બેંચ દ્વારા ત્રણ ડોકટરોને અલગ અલગ કેસમાં એમના ખરાબ હસ્તાક્ષર માટે પાંચ હજાર રૂપિયા પેનલ્ટી ચાર્જ કરવામાં આવી છે. […]

Top Stories
dr ઉત્તર પ્રદેશની કોર્ટે ડોકટરોને ખરાબ હેન્ડરાઈટીંગ માટે 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો

ડોક્ટર અને ખરાબ હેન્ડરાઈટીંગ એ એક સિક્કાની બે બાજુ જેવા છે અને એમાં કઈ નવી વાત પણ નથી પરંતુ ઉત્તર પ્રદેશની કોર્ટે એક ચુકાદો આપીને આ વાતને એક અલગ સ્તરે લાવી દીધી છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉં બેંચ દ્વારા ત્રણ ડોકટરોને અલગ અલગ કેસમાં એમના ખરાબ હસ્તાક્ષર માટે પાંચ હજાર રૂપિયા પેનલ્ટી ચાર્જ કરવામાં આવી છે.

ત્રણ ક્રિમીનલ કેસની સુનવણી કોર્ટમાં ગયાં અઠવાડિયે હતી જેમાં પીડિતનાં ઇન્જરી રીપોર્ટ સીતાપુર, ઉન્નાવ અને ગોંડા જીલ્લાની હોસ્પિટલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને આ રીપોર્ટ વાંચી શકાય એવાં ન હતા ડોક્ટરોના ખરાબ હેન્ડરાઈટીંગને કારણે.

CanYouRead ઉત્તર પ્રદેશની કોર્ટે ડોકટરોને ખરાબ હેન્ડરાઈટીંગ માટે 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો

કોર્ટની બે જજોની બેંચે આને એક અવરોધ ગણાવ્યો કોર્ટનાં કામકાજમાં અને ત્રણેય ડોકર્ટસને હાજર થવા ઓર્ડર આપ્યા હતા. ઉન્નાવનાં ડો ટીપી જૈસવાલ, સીતાપુરના ડો પીકે ગોએલ અને ગોંડાનાં ડો આશિષ સક્સેના. બે જજની બેંચએ એમને ઠપકો આપ્યો અને પાંચ હજાર રૂપિયાની પેનલ્ટી કોર્ટની લાઈબ્રેરીમાં જમા કરાવા માટે કહ્યું.

કોર્ટે જણાવ્યું કે, ‘મેડીકોલીગલ રીપોર્ટસ જો ક્લીઅર આપવામાં આવે તો એ સાક્ષી દ્વારા જણાવેલી ઘટનાને સપોર્ટ પૂરો પાડે છે અથવા આખી ઘટનાને ખોટી સાબિત કરે છે. આ ત્યારે જ શક્ય છે જયારે જીણવટભર્યો અને ક્લીઅર મેડીકોલીગલ રીપોર્ટ ડોક્ટર દ્વારા સંપૂર્ણ જવાબદારી સાથે તૈયાર કરવામાં આવે.’

બે જજની બેંચ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, ‘મેડીકલ રીપોર્ટસ ખરાબ અક્ષરોમાં લખેલાં હોવાથી કોઈ વકીલ કે જજ એને વાંચી જ શકતું નથી. મેડીકોલીગલ રીપોર્ટસ અને પોસ્ટ મોર્ટમ રીપોર્ટસ જેવાં રીપોર્ટસ જો માત્ર મેડીકલ પ્રેકટીશનર દ્વારા જ વાંચી શકાય એવા હોય તો જે હેતુ માટે એને બનાવવામાં આવ્યા છે એ પૂર્ણ થતો જ નથી.’

ડોક્ટરોએ અપીલ કરી હતી કે, પ્રિસ્ક્રીપ્શન સારા ઉકલી શકે એવા અક્ષરોમાં લખવામાં અમારી ભૂલ એટલે રહી ગઈ કારણકે અમારા પર કામનું ખુબ વધુ ભારણ હતું.

કોર્ટે ડોકટરોને UP ડાયરેક્ટર જનરલ (મેડીકલ એન્ડ હેલ્થ) દ્વારા નવેમ્બર 2012 માં ઇસ્યુ કરેલું સર્ક્યુલર યાદ અપાવ્યું જે ડોકટરોને મેડીકોલીગલ રિપોર્ટસ વાંચી શકાય એ રીતે બનાવા માટે સૂચવે છે.