Not Set/ મોદી સરકારનો નવો દાવ, ૨૦૨૧ની જનગણનામાં અલગથી લાવી શકે છે OBC જાતિના ડેટા

નવી દિલ્હી, છેલ્લા કેટલાક સમયથી દેશના પછાત વર્ગના લોકો માટે OBC આયોગની ચર્ચા વિચારણા બાદ મોદી સરકાર દ્વારા આ પ્રસ્તાવને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા OBC અંગે વધુ એક પ્રસ્તાવ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. કેન્દ્રની મોદી સરકાર હવે ૨૦૨૧ની જનગણનામાં અલગથી OBC ડેટા એકઠા કરવા માટેનો પ્રસ્તાવ લાવવા […]

Top Stories India Trending
705576 pm modi 7 ls મોદી સરકારનો નવો દાવ, ૨૦૨૧ની જનગણનામાં અલગથી લાવી શકે છે OBC જાતિના ડેટા

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક સમયથી દેશના પછાત વર્ગના લોકો માટે OBC આયોગની ચર્ચા વિચારણા બાદ મોદી સરકાર દ્વારા આ પ્રસ્તાવને બંધારણીય દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે હવે કેન્દ્ર સરકાર દ્વારા OBC અંગે વધુ એક પ્રસ્તાવ લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.

કેન્દ્રની મોદી સરકાર હવે ૨૦૨૧ની જનગણનામાં અલગથી OBC ડેટા એકઠા કરવા માટેનો પ્રસ્તાવ લાવવા પર વિચાર કરી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશના પછાત વર્ગના લોકોની જનસંખ્યાના આંકડા જાહેર કરવા અંગે લાંબા સમયથી માંગ ઉઠી રહી છે. આ ઉપરાંત સંસદમાં પણ આ મુદ્દો ગુંજી ઉઠ્યો છે ત્યારે હવે મોદી સરકારનો આ નિર્ણય આ દિશામાં મહત્વનું પગલું માનવામાં આવી રહ્યું છે.

માનવામાં આવી રહ્યું છે કે, મોદી સરકાર અલગ OBC ડેટા લાવવા અંગેના નિર્ણયથી ૨૦૧૯ની ચુંટણીમાં પછાત વર્ગના વોટરોને આકર્ષી શકે છે. જો કે આ પહેલા ક્યારેય પણ અલગથી OBC ડેટા જાહેર કરવામાં આવ્યા નથી.

આ મુદ્દે શુક્રવારે ગૃહ મંત્રાલય દ્વારા એક ઉચ્ચ સ્તરીય બેઠક થઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજૂ, રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના અધિકારીઓ શામેલ હતા.

આ બેઠકમાં રાજનાથ સિંહે ૨૦૨૧ની જનગણના માટે રૂપરેખા તૈયાર કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે સાથે તેઓએ જનગણનાની પ્રક્રિયાને પણ વધુ ઝડપી બનાવવા માટે કહ્યું છે.

આ ઉપરાંત મોદી સરકાર દ્વારા લોકોની સંખ્યાને પૂરી રીતે જાહેર કરવાનો સમય પણ ૫ વર્ષથી ઘટાડી ૩ વર્ષ કરવામાં આવ્યો છે. આ પહેલા જનસંખ્યા જાહેર કરવાનો સમય ૭ થી ૮ વર્ષ હતો.

મહત્વનું છે કે, બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવ સહિતના તમામ OBC નેતા દ્વારા અલગથી પછાત વર્ગના લોકોની સંખ્યા જાહેર કરવા અંગે માંગ ઉઠી રહી છે, ત્યારે હવે આ પગલાથી વધુ એકવાર આ માંગને બળ મળી શકે છે.