Not Set/ પોરબંદર જિલ્લાના 90,000 પરિવારને આપશે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીમાકવચ : સાંસદ રામભાઈ મોકરીયાનો નિર્ણય

આજના કોરોનાના કપરાકાળમાં દેશ ભરના લોકો ખુબ મુશ્કેલી માંથી પસાર થઇ રહ્યા છે સાથે અકસ્માતના બનાવોનું પણ પ્રમાણ વધ્યું છે. આવા સમય જયારે કોઈ પરિવારના મોભી અથવા મુખ્ય વ્યક્તિનું અકસ્માતમાં

Top Stories Gujarat
ram mokariya 1 પોરબંદર જિલ્લાના 90,000 પરિવારને આપશે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીમાકવચ : સાંસદ રામભાઈ મોકરીયાનો નિર્ણય

આજના કોરોનાના કપરાકાળમાં દેશ ભરના લોકો ખુબ મુશ્કેલી માંથી પસાર થઇ રહ્યા છે સાથે અકસ્માતના બનાવોનું પણ પ્રમાણ વધ્યું છે. આવા સમય જયારે કોઈ પરિવારના મોભી અથવા મુખ્ય વ્યક્તિનું અકસ્માતમાં નિધન થાય ત્યારે પરિવારના અન્યો સભ્યોનું આર્થિક રીતે ખુબ મુશ્કેલીમાં મુકાઈ જાય છે.તેથી આવા કુટુંબોને મદદરૂપ બનવા અને પોરબંદર જિલ્લાના તમામ પરિવારોને વીમા યોજનાનું સુરક્ષા કવચ આપવાનું ભગીરથ અને ઉત્કૃષ્ટ કાર્ય બ્રહ્મસમાજના ભામાશા અને રાજ્યસભાના સાંસદ  રામભાઈ મોકરીયા હાથ ધર્યું છે. જે અન્ય લોકો માટે પણ પ્રેરણાદાયી છે તેમજ અનુકરણીય છે.

30 મેં નારોજ આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળને સફળતા પૂર્વક પૂર્ણ થયેલ છે,જેની ઉજવણીના ભાગસ્વરૂપે સમગ્ર પોરબંદર જિલ્લા ભાજપ પરિવાર તડામારી તૈયારીઓ આરંભી છે. “સેવાહી સંગઠન” અભિયાન આ ઉમદા કાર્યથી વેગવંતુ બન્યું છે.

 રામભાઈ મોકરીયા દ્વારા કોરોનાના સમય દરમ્યાન સૌરાષ્ટ્ર ભરની કોવીડ સેન્ટરો અને હોસ્પિટલોને લાખો રૂપિયાનું અનુદાન આપેલ છે. તેમજ આજ દિવસ સુધી અને હાલમાં પણ સૌરાષ્ટ્રની હોસ્પિટલો અને કોવીડ સેન્ટરોમાં કોવીડના દર્દીઓ માટે રોજ લીલા નારિયરનું પાણી આપવામાં આવી રહ્યું છે. સાથે જરૂરિયાત મુજબ સરકાર અને સંગઠનમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે.

1 જૂનના રોજ તેમના જન્મ દિવસ નિમિતે સમગ્ર પોરબંદર જિલ્લાના આશરે 90,000 પરિવારોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના અંતર્ગત વીમા કવચની ભેટ આપશે અને એક અનુકરણીય જન્મદિવસની ઉજવણી  કરશે.. “ભગવાન રામની જેમ રામભાઈનું કાર્ય છે.” તેવું પોરબંદર જિલ્લાના લોકો હર્ષ લાગણી સાથે બોલી રહ્યા છે.

(નોંધ:- પોરબંદર જિલ્લાના લોકો માટે આ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના લોકો વધુમાં વધુ લાભ લે તેવો પોરબંદર જિલ્લા ભાજપ દ્વારા અનુરોધ કરાયો છે.)

sago str 31 પોરબંદર જિલ્લાના 90,000 પરિવારને આપશે પ્રધાનમંત્રી સુરક્ષા યોજના વીમાકવચ : સાંસદ રામભાઈ મોકરીયાનો નિર્ણય