Not Set/ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે વધુ 4 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ 

રાજકોટમાં કોરોનાના નિયમોનું પાલન નહીં કરનાર સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કાયદાનું

Top Stories Rajkot Gujarat
rmc seal 29 5 1 માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે વધુ 4 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ 

રાજકોટમાં કોરોનાના નિયમોનું પાલન નહીં કરનાર સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે. કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સતત કાયદાનું ઉલ્લંઘન કરનારને નોટિસ પાઠવવામાં આવી રહી છે, તેમજ ચેકિંગ દરમિયાન કાયદાનું પાલન ન થાય તેની સામે પેનલ્ટી અને સીલ સહિતના પગલાં ભરવામાં આવી રહ્યા છે.

rmc seal 29 5 2 માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે વધુ 4 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ 
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યવસાયિક એકમો ખાતે આવતા ગ્રાહકો અને વેપારીઓ માસ્ક પહેરી જ રાખે તે સુનિશ્ચિત કરવા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં આજે તા. ૨૯/૦૫/૨૦૨૧ ના રોજ ચેકિંગ દરમ્યાન જે વેપારી માસ્ક પહેર્યા વગરના ગ્રાહકોને માલ સમાન વેચતા હતા અને પોતે પણ માસ્ક નહોતું પહેર્યું તેમજ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવ્યું હોય તેવા ચાર (૪) વ્યવસાયિક એકમો ચાર (૪) દિવસ સુધી સીલ કરી દેવામાં આવ્યા છે.

rmc seal 29 5 3 માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે વધુ 4 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ 

આજે જે દુકાનો સીલ કરવામાં આવી છે જેમાં
(૧) ખોડીયાર ટી. સ્ટોલ, એરપોર્ટ રોડ,
(૨) દેવ મોબાઈલ એસસરીઝ, પેડક રોડ,
(૩) શિવાલય પાન, પેડક રોડ અને
(૪) ગોકુલ ફૂડ, પેડક રોડ
નો સમાવેશ થાય છે જે ચાર (૪) દિવસ સુધી સીલ કરવામાં આવેલ છે.

majboor str 22 માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમ ભંગ બદલ આજે વધુ 4 વ્યવસાયિક એકમો 4 દિવસ માટે સીલ