મજાની સજા/ માંડણ ગામ પાસે એક જ પરિવારના પાંચ લોકો નદીમાં ન્હાવા પડ્યા અને…….

રવિવારની રજા હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો માંડણ પાસેની નર્મદા નદી પાસે ફરવા આવતા હોય છે અને પાણી જોઇને તેમાં ન્હાવા પણ પડતા હોય છે.

Top Stories Gujarat Others
માંડણ

ઉનાળો આવે એટલે ઠંડક મેળવવા લોકો પણ વોટરપાર્કની પિકનિકનું આયોજન કરવા લાગે છે. જો કે અત્યારના સમયમાં વોટરપાર્ક કરતા નદી અને અને દરિયામાં ન્હાવા જવાનો વધુ ક્રેઝ જોવા મળે છે. વોટરપાર્કની સરખામણીએ નદી અને દરિયામાં લોકો અકસ્માતનો ભોગ વધુ બને છે. તાજેતરમાં આવો એક કિસ્સો બન્યો છે જેમાં રાજપીપળા ડેડીયાપાડા મુખ્ય માર્ગ પર માંડણ ગામ પાસેથી પસાર થતી કરજણ નદીમાં ભરૂચ જિલ્લાના એક જ પરિવારનાના પાંચ લોકો ડૂબ્યા છે . જેમાં અત્યાર સુધી 3 લોકોના મૃતદેહો મળ્યા છે અને બાકીનાની શોધખોળ ચાલી રહી છે.

વધુ વિગત અનુસાર રવિવારની રજા હોવાના કારણે મોટી સંખ્યામાં લોકો માંડણ પાસેની નર્મદા નદી પાસે ફરવા આવતા હોય છે અને પાણી જોઇને તેમાં ન્હાવા પણ પડતા હોય છે. ભરૂચના જિલ્લાના જોલવા ગામે રહેતો પરમાર પરિવાર પણ માંડણ ગામે કુદરતનો ખોળો ખુંદવા આવ્યો હતો અને નદીમાં નાહવા પડ્યા હતા ત્યારે એક પછી એક પરિવારના પાંચ સભ્યો નદીમાં ડૂબ્યા હતા. સ્થાનિક લોકોએ નદી કિનાર 2 બાઈક અને ચપ્પલ પડેલા કેટલાક લોકો ડૂબી ગયા હોવાનું અનુમાન લગાવ્યુ હતું. જેના બાદ રેસ્ક્યૂ શરૂ કરાયુ હતું. જેમાં જાણવા મળ્યુ કે, પરિવારના જનકસિહ બલવંતસિહ પરમાર (ઉ.વ 35), જીગનીશાબેન જનકસિંહ પરમાર (ઉ.વ 32), પૂર્વરાજ જનકસિહ પરમાર (ઉ.વ 8), વિરપાલસિહ પરબત સિહ ચૌહાણ (ઉ.વ 27) અને ખુશી વિરપાલસિહ ચૌહાણ (ઉ.વ 24) પાણીમાં ડૂબી ગયા હતા. ગત મોડી સાંજે એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો, જેના બાદ આજે વહેલી સવારે અન્ય 3 મૃતદેહો મળ્યા હતા. પરિવારના 1 સભ્યની શોધખોળ હજી પણ ચાલુ છે. નર્મદા પોલીસ અને ndrf ની ટીમોએ સવારથી જ રેસક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતું.

123

આ પણ વાંચો : બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 650 પોઈન્ટ ચઢ્યો, નિફ્ટી 16,500 પોઈન્ટને પાર